Sabarkantha News: કરણપુરમાં 30થી 35 કરોડના ખર્ચે અર્બુદા સંસ્કારધામનું નિર્માણ, 24મીએ માં અર્બુદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર–શામળાજી નેશનલ હાઈવે-48 પર કરણપુર ગામ નજીક અર્બુદા સંસ્કારધામનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે.
Kunjan Shukal
Kunjan Shukal
Sabarkantha arbuda sanskar dham NewsSabarkantha arbuda sanskar dham News

Sabarkantha arbuda sanskar dham News

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર–શામળાજી નેશનલ હાઈવે-48 પર કરણપુર ગામ નજીક અર્બુદા સંસ્કારધામનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે 4.8 એકર જમીનમાં તૈયાર થયેલા આ સંકુલમાં આગામી 24મી તારીખે માં અર્બુદાના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને લઈને સમગ્ર સમાજમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.

પવિત્ર જ્યોત અર્બુદા સંસ્કારધામ ખાતે પહોંચશે

માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે પ્રથમ નોરતાના દિવસે અધરદેવીથી માં અર્બુદાની પવિત્ર જ્યોત લાવવામાં આવી હતી. ત્યારબાદ આ જ્યોત સમાજના 231 ગામમાં ભ્રમણ કરાવવામાં આવી રહી છે. 23મી તારીખે સાંજે પવિત્ર જ્યોત અર્બુદા સંસ્કારધામ ખાતે પહોંચશે અને 24મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પ્રશાસક પ્રફુલ પટેલ સહિત સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેવાના છે.

ખેતી સહિતના ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરવા પ્રવૃતિઓ શરૂ કરાશે

અર્બુદા સંસ્કારધામમાં મંદિરની સાથે કોમ્યુનિટી હોલ અને પ્રસાદગૃહ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જોકે, આ સંકુલનો હેતુ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ પૂરતો સીમિત નથી. ભવિષ્યમાં સમાજના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે હોસ્ટેલ, કોચિંગ ક્લાસીસ અને આધુનિક લાઈબ્રેરી બનાવવાનું આયોજન છે.

આ ઉપરાંત મહિલાઓના સશક્તિકરણ, યુવાનોને વ્યવસાયલક્ષી તાલીમ અને ખેતી સહિતના ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરવા માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે 30થી 35 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આમ, અર્બુદા સંસ્કારધામ આગામી સમયમાં ધાર્મિક આસ્થા સાથે શિક્ષણ, રોજગાર અને સામાજિક ઉત્થાનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બને તે દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Amreli Road Accident: અમરેલીમાં પીકઅપ ગાડી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે મોત