Tarapur Accident: તારાપુર ચોકડી પર ભયાનક અકસ્માત, ટેન્કરની ટક્કરે બાઈકચાલકનું મોત, દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત


Tarapur: ચોકડી પર ભયાનક અકસ્માત
Tarapur Accident: તારાપુર ચોકડી પર ભયાનક અકસ્માત, ટેન્કરની ટક્કરે બાઈકચાલકનું મોત, દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત


Tarapur: ચોકડી પર ભયાનક અકસ્માત
Tarapur Accident: તારાપુરની મોટી ચોકડી પર મધરાત્રે 12 વાગ્યાના અરસામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભગત પેટ્રોલ પંપ પાસે ટેન્કરચાલકે આઈશર, બાઈક અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે દંપતી સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ ટેન્કરચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો
પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કરચાલક નશાની હાલતમાં હોવાનું કહેવાય છે. તેણે પૂર ઝડપે ટેન્કર ચલાવી આઈશર અને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે સાઈડમાં પાર્ક કરેલું આઈશર પણ પલટી મારી ગયું હતું. ટેન્કરે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને ખાણીપીણીની લારી પાસે ઊભેલા વ્યક્તિને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ ટેન્કરચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તારાપુર ચોકડી પર ફરજ બજાવતા સતર્ક પોલીસ જવાનોએ તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેન્કરચાલકને કસ્ટડીમાં લઈ તેનું મેડિકલ કરાવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ
આ ગોઝારા અકસ્માતમાં 48 વર્ષીય બાઈકચાલક અબ્દુલ હફીઝ અબ્દુલ મજીદ મોડપિયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે વડોદરાના રેશમાબેન સિકંદર ખાન પઠાણ અને તેમના પતિ સિકંદર અબ્દુલ ખાન પઠાણને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ચોંકાવનારી બાબત એ છે કે મૃતક અબ્દુલ હફીઝ છેલ્લા 20 વર્ષથી તારાપુરની પેરેમાઉન્ટ હોટલમાં નોકરી કરતા હતા, જ્યારે ઈજાગ્રસ્ત દંપતી પણ છેલ્લા એક વર્ષથી આ જ હોટલમાં કામ કરતું હતું. એક જ હોટલ સાથે જોડાયેલા ત્રણ કર્મચારીઓ આ અકસ્માતનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. આ અકસ્માતે ફરી એકવાર નશામાં વાહન ચલાવવાના જોખમ અને માર્ગ સુરક્ષાના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.




