Amreli Clash Video: લાઠીના અડતાળામાં પાણીના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી, કોંગ્રેસ અગ્રણી જીતુભાઈ વાળાનો રિવોલ્વર અને ધોકા સાથેનો લાઈવ વીડિયો વાયરલ

Amreli Clash Video: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીના મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
Nisha Parmar
Nisha Parmar
Amreli Lathi Adtala water dispute clash viral video મારામારી વીડિયોAmreli Lathi Adtala water dispute clash viral video મારામારી વીડિયો

Amreli Lathi Adtala water dispute clash viral video મારામારી વીડિયો

Amreli Clash Video: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીના મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લોટ વિસ્તારમાં પાણી બાબતે રજૂઆત કરવા જતાં વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ મારામારીની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં લાઠીના અડતાળા ગામના કોંગ્રેસ અગ્રણી જીતુભાઈ વાળા એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો લઈને જોવા મળતા હોવાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેરમાં હથિયાર કાઢવાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી છે.

પાણીના મુદ્દે બોલાચાલી બાદ મારામારી

અડતાળા ગામના પ્લોટ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામપંચાયતના ઉપસરપંચ તરીકે જીતુભાઈ વાળા પાણીના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને મારામારીની ઘટના બની હતી.

રિવોલ્વર અને ધોકા સાથેનો વીડિયો વાયરલ

આ ઘટનામાં જીતુભાઈ વાળા એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો લઈને જોવા મળતા હોવાનો લાઈવ વીડિયો વાયરલ થયો છે. ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે. જાહેરમાં રિવોલ્વર કાઢવાની ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે પ્રત્યાઘાતો પડ્યા છે.

ગ્રામજનોનાં ટોળાં પોલીસ સ્ટેશન પહોંચ્યાં

ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો લાઠી પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા. લોકોએ સમગ્ર મામલે ઉગ્ર રજૂઆત કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

લાઠી પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી

સમગ્ર ઘટનાને લઈને લાઠી પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં દેખાતા હથિયાર અને મારામારીના આક્ષેપો અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.

આ પણ વાંચો : Junagadh Lili Parikrama: જૂનાગઢમાં લીલી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ, જંગલમાં સાધુ-સંતો અને વેપારીઓનો જમાવડો