Surat Dumper Accident: શહેરમાં બેફામ ડમ્પરની ટક્કરે સાયકલ સવાર વિદ્યાર્થીનું મોત, ઉધના સાઉથ ઝોન પાસે ગમખ્વાર અકસ્માત

Surat Dumper Accident: ઉધના સાઉથ ઝોન નજીક બેફામ દોડતા ડમ્પરે સાયકલ પર જઈ રહેલા વિદ્યાર્થીને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
Kunjan Shukal
Kunjan Shukal
Surat: બેફામ ડમ્પરની ટક્કરે સાયકલ સવાર વિદ્યાર્થીનું મોતSurat: બેફામ ડમ્પરની ટક્કરે સાયકલ સવાર વિદ્યાર્થીનું મોત

Surat: બેફામ ડમ્પરની ટક્કરે સાયકલ સવાર વિદ્યાર્થીનું મોત

Surat Dumper Accident: સુરત શહેરમાં ભારે વાહનોની બેફામ દોડના કારણે વધુ એક કરુણ અકસ્માત સર્જાયો છે. ઉધના સાઉથ ઝોન નજીક બેફામ દોડતા ડમ્પરે સાયકલ પર જઈ રહેલા વિદ્યાર્થીને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ડમ્પરની ટક્કરથી વિદ્યાર્થીની સાયકલનો કચ્ચરઘાણ વળી ગયો

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના સાઉથ ઝોન પાસે વિદ્યાર્થી પ્રિન્સ રમેશચંદ્ર રાણા સાયકલ પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ડમ્પરની ટક્કરથી વિદ્યાર્થીની સાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે તેની સ્કૂલબેગમાંથી પુસ્તકો અને અન્ય સામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. અકસ્માતના દ્રશ્યો જોઈ આસપાસના લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

ડમ્પરચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત સર્જનાર ડમ્પરચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેરમાં ભારે વાહનો અને બેફામ ડમ્પરચાલકોના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ભારે વાહનોની અડફેટે આવી જીવ ગુમાવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ભારે વાહનોની અવરજવર, ટ્રાફિક નિયમોના પાલન અને અકસ્માતો અટકાવવા માટે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: ONGC Oil Theft: ONGCની પાઈપલાઈનમાંથી 8,000 લીટર ક્રૂડ ઓઈલની ચોરીનો પર્દાફાશ, ગુજરાત ATSએ 6 આરોપીને ઝડપ્યા