Get News Alerts

Never miss breaking news updates.

Surat News : સુરતમાં એમ્બ્રોડરીનું કામ કરતા શ્રમિકો વતનની વાટ પકડવા લાગ્યા, રવિવારની રજાની માગણી મુદ્દે ઘમાસાણ વધ્યું

Surat News : સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં શ્રમિકો અને કારખાનેદારો વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર હવે વધુ ગંભીર બનતી જોવા મળી રહી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 08 Oct 2026 01:17 PM IST
Surat News : સુરતમાં એમ્બ્રોડરીનું કામ કરતા શ્રમિકો વતનની વાટ પકડવા લાગ્યા, રવિવારની રજાની માગણી મુદ્દે ઘમાસાણ વધ્યુંSurat News : સુરતમાં એમ્બ્રોડરીનું કામ કરતા શ્રમિકો વતનની વાટ પકડવા લાગ્યા, રવિવારની રજાની માગણી મુદ્દે ઘમાસાણ વધ્યું

Surat Embroidery Industry Workers

Surat News : રવિવારની રજાની માગણીને લઈને શ્રમિકો અને કારખાનેદારો વચ્ચે મતભેદ ઊભો થયો છે. આ દરમિયાન કેટલાક શ્રમિકો સુરત છોડીને પોતાના વતન તરફ જઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

એમ્બ્રોડરી ખાતામાં કામ કરતા શ્રમિકો દ્વારા રવિવારે રજા આપવાની માગણી કરવામાં આવી રહી છે. શ્રમિકોનું કહેવું છે કે તેમની આ માગણી કારખાનેદારો સ્વીકારવા તૈયાર નથી. રજાના મુદ્દે ચાલી રહેલા વિવાદને કારણે ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

કારખાનેદારોની એક બેઠક પણ મળી હતી

આ સમગ્ર મામલે કારખાનેદારો દ્વારા આગામી 10 તારીખે એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, આ બેઠક સામે શ્રમિક યુનિયન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. યુનિયનની માગણી છે કે જિલ્લા કલેક્ટરના પરિપત્રનું પાલન કરવામાં આવે અને 10 તારીખે યોજાનારી બેઠક રદ કરવામાં આવે.

શ્રમિકો તરફથી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રવિવારની રજાની માગણી સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓને કામ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. છૂટા કરાયેલા કર્મચારીઓ હવે પોતાના વતનની વાટ પકડી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં શ્રમિકોના પલાયનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

રવિવારની રજાનો મુદ્દો ઉઠયો

યુનિયન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શ્રમિકોના હિત સાથે જોડાયેલા મુદ્દે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. રવિવારની રજાની માગણી અંગે વહીવટી તંત્રના પરિપત્રનું પાલન થાય અને શ્રમિકોને યોગ્ય રાહત મળે તેવી માગ કરવામાં આવી રહી છે. બીજી તરફ, 10 તારીખે યોજાનારી બેઠક રદ નહીં કરવામાં આવે તો યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવી છે.

જેના કારણે આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. હાલ સમગ્ર મામલો શ્રમિકો, કારખાનેદારો અને યુનિયન વચ્ચેની ચર્ચા તેમજ વહીવટી તંત્રના હસ્તક્ષેપ પર નિર્ભર છે. રવિવારની રજા અંગે શ્રમિકોની માગણી, કર્મચારીઓને છૂટા કરવાના આક્ષેપ અને આગામી બેઠકને લઈને સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં માહોલ ગરમાયો છે. હવે 10 તારીખની બેઠક અંગે શું નિર્ણય લેવાય છે અને વહીવટી તંત્ર આ મામલે કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : Kheda News : નડિયાદમાં ‘નશામુક્ત ભારત’ અભિયાનને વેગ, 250 વિદ્યાર્થીઓએ લીધા શપથ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે