Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં પૈસાની અદાવતમાં યુવકને ઓફિસે બોલાવી માર મારનાર 3 આરોપી ઝડપાયા

Utran Money Dispute Assault Case: ઉત્રાણ પોલીસે પૈસાની અદાવતના મામલે યુવકને ઓફિસે બોલાવી માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ,...
R Gajjar
R GajjarUpdated on: 26 Sep 2026 08:44 PM IST
સુરતમાં પૈસાની અદાવતમાં યુવકને ઓફિસે બોલાવી માર મારનાર 3 આરોપી ઝડપાયાસુરતમાં પૈસાની અદાવતમાં યુવકને ઓફિસે બોલાવી માર મારનાર 3 આરોપી ઝડપાયા

Utran Money Dispute Assault Case

Utran Money Dispute Assault Case: ઉત્રાણ પોલીસે પૈસાની અદાવતના મામલે યુવકને ઓફિસે બોલાવી માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ બાકી નીકળતા પૈસાના હિસાબ બાબતે ફરિયાદી યુવક સાથે મારામારી કરી હતી.

રૂ.3 લાખ ઉછીના લીધા હતા, રૂ.1.50 લાખ પરત ચૂકવ્યા

ફરિયાદ મુજબ, યુવકે આરોપીઓ પાસેથી હાથ ઉછીના રૂ.3 લાખ લીધા હતા. જેમાંથી તેણે રૂ.1.50 લાખ પરત ચૂકવી દીધા હતા. બાકીના રૂ.1.50 લાખની ઉઘરાણી માટે આરોપીઓ દ્વારા ફરિયાદીને વારંવાર ફોન કરવામાં આવતો હતો. આ દરમિયાન 24 ઓગસ્ટના રોજ ઉત્રાણ VIP સર્કલ પાસે ફરિયાદીને પૈસાના હિસાબ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મોટાવરાછા-અબ્રામા રોડ પર શાંતીનિકેતન ફ્લોરા ખાતે આવેલી ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો.

ઓફિસમાં પૈસાના હિસાબ બાબતે બોલાચાલી બાદ મારામારી

ફરિયાદ મુજબ, ઓફિસમાં પૈસાના હિસાબ બાબતે આરોપીઓ અને ફરિયાદી વચ્ચે બોલાચાલી થઈ હતી. એક આરોપીએ ગાળો આપી આજે જ રૂપિયા આપવા પડશે તેવી માંગ કરી હતી. ત્યારબાદ ક્રિમ કલરના ટી-શર્ટ પહેરેલા એક શખ્સે ફરિયાદીને બે-ત્રણ લાફા મારી ધમકી આપી હતી. બાદમાં અન્ય બે શખ્સોએ પણ ફરિયાદીને ઢીક-મુક્કીનો માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ, પૈસાનો હિસાબ નહીં પતાવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપી ઝડપાયા

બનાવની જાણ થતાં ઉત્રાણ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓને ગુનાવાળી જગ્યાએ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં તારક દિપકભાઈ કોશીયા, માનવકુમાર લાલજીભાઈ કોશીયા અને મૌલિક મહેશભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. ઉત્રાણ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(B), 351(3) અને 54 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]