Surat News: પીપોદરાના મોંગલધામ મંદિરે દર્શને આવેલા શ્રદ્ધાળુના ખિસ્સામાંથી અજાણ્યા ઈસમો રૂપિયા 50,000નું બંડલ સેરવી ગયા

Surat News: ત્રણ અજાણ્યા શખ્સોએ ચાલાકીપૂર્વક રૂપિયા 50,000ની રોકડ ભરેલું બંડલ સેરવી લેતાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના મંદિર પરિસર નજીક બની હોવાનું જાણવા મળ્યું છે.
Kunjan Shukal
Kunjan Shukal
Surat NewsSurat News

Surat News

Surat News: સુરત જિલ્લાના પીપોદરા ખાતે આવેલા પ્રખ્યાત મોંગલધામ મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુ સાથે ચોરીની ઘટના સામે આવી છે. ત્રણ અજાણ્યા શખ્સોએ ચાલાકીપૂર્વક રૂપિયા 50,000ની રોકડ ભરેલું બંડલ સેરવી લેતાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના મંદિર પરિસર નજીક બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પાલોદ પોલીસે તપાસ શરૂ કરી છે.

એક શખ્સે દિનેશભાઈ સાથે એક્ટિવા અથડાવી

મળતી માહિતી મુજબ, સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પટોલિયા પીપોદરા સ્થિત મોંગલધામ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમના ખિસ્સામાં રૂપિયા 50,000 રોકડા ભરેલું બંડલ હતું. ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ ભેગા મળીને ચોરીને અંજામ આપવા માટે આયોજનબદ્ધ રીતે ચાલાકી વાપરી હતી. આરોપીઓ પૈકી એક શખ્સે દિનેશભાઈ સાથે એક્ટિવા અથડાવી હતી. એક્ટિવા અથડાવાની ઘટનાને પગલે તેમનું ધ્યાન અન્ય તરફ ગયું હતું. આ તકનો લાભ લઈને પાછળથી આવેલા અન્ય એક શખ્સે તેમના ખિસ્સામાંથી રૂપિયા 50,000નું રોકડ બંડલ સેરવી લીધું હતું. જ્યારે આ સમગ્ર ઘટનામાં ત્રીજો શખ્સ પણ સામેલ હોવાની વિગતો સામે આવી છે.

ચોરીની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જાગી

થોડીવાર બાદ રોકડ રકમની ચોરી થયાની જાણ થતાં દિનેશભાઈએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે પાલોદ પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના CCTV કેમેરાના ફૂટેજ મેળવ્યા છે અને તેના આધારે ત્રણેય શંકાસ્પદ શખ્સોની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. ધાર્મિક સ્થળે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને નિશાન બનાવીને કરવામાં આવેલી આ ચોરીની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2027: કતાર, ઓમાન અને UAEમાં ગુજરાત સરકારનું રોકાણ મિશન સફળ, 500થી વધુ ગુજરાતીઓ સાથે સંવાદ