Surat Palsana Suspected Death : સુરતના પલસાણામાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ઝેરી દવા પીધાની આશંકા

Surat Palsana Suspected Death : સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે.
Vivek Shah
Vivek Shah
Surat Palsana Suspected Death પલસાણામાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોતSurat Palsana Suspected Death પલસાણામાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત

Surat Palsana Suspected Death પલસાણામાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત

Surat Palsana Suspected Death : વાપી ખાતે મિનરલ વોટરનો વ્યવસાય કરતા રાહુલલાલ ખટીકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાથમિક તપાસમાં યુવકે કોઈ ઝેરી દવા પી લીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, યુવકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, રાહુલલાલ ખટીક બે દિવસ અગાઉ પોતાના મિત્રોને મળવા માટે પલસાણા આવ્યો હતો. દરમિયાન સવારે તેના ભાઈ સાથે ફોન પર વાતચીત થઈ હતી. જોકે, ત્યારબાદ અચાનક યુવકનો મોબાઈલ ફોન બંધ થઈ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારના સભ્યોએ યુવકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

પલસાણામાં યુવકના મોતથી ચકચાર

પરિવારજનો દ્વારા તપાસ કરવામાં આવતાં યુવક પલસાણા વિસ્તારમાં એક અલ્ટો કાર પાસે અર્ધબેભાન હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછ દરમિયાન યુવકે અર્ધબેભાન હાલતમાં ભૂલથી કોઈ દવા ખાઈ લીધી હોવાનું જણાવ્યું હતું. આ માહિતીના આધારે ઝેરી દવા પીધાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જોકે, તેની તબિયતમાં ગંભીરતા જણાતાં વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તબીબોની સારવાર દરમિયાન યુવકનું ટૂંકા સમયમાં મોત થયું હતું.

તપાસ કરતાં યુવક અર્ધબેભાન હાલતમાં મળ્યો હતો

માત્ર 20 વર્ષની ઉંમરે યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. વાપીમાં મિનરલ વોટરનો વ્યવસાય કરતા યુવક સાથે પલસાણામાં બનેલી આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે. હાલમાં યુવકનું મોત કયા ચોક્કસ કારણોસર થયું તે અંગે સ્પષ્ટતા થઈ નથી. પ્રાથમિક રીતે દવા પીધાની વાત સામે આવી છે, પરંતુ તેને અકસ્માતે દવા પીધી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ સામે આવ્યો નથી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. બીજી તરફ, પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. યુવક પલસાણા કયા સંજોગોમાં પહોંચ્યો હતો અને તેની સાથે બનેલી ઘટનાની હકીકત શું છે તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ChhotaUdepur Harsh Sanghavi : આદિવાસી વિસ્તારોમાં DYCM હર્ષ સંઘવીનો 3 દિવસીય પ્રવાસ, ખાટલા બેઠકથી જનસુનાવણી સુધી અનેક કાર્યક્રમો યોજાશે