ChhotaUdepur Harsh Sanghavi : આદિવાસી વિસ્તારોમાં DYCM હર્ષ સંઘવીનો 3 દિવસીય પ્રવાસ, ખાટલા બેઠકથી જનસુનાવણી સુધી અનેક કાર્યક્રમો યોજાશે

ChhotaUdepur Harsh Sanghavi : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 27થી 29 નવેમ્બર, 2026 દરમિયાન આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસે છે.
Vivek Shah
Vivek Shah
ChhotaUdepur Harsh Sanghavi આદિવાસી વિસ્તારોમાં હર્ષ સંઘવીનો 3 દિવસીય પ્રવાસChhotaUdepur Harsh Sanghavi આદિવાસી વિસ્તારોમાં હર્ષ સંઘવીનો 3 દિવસીય પ્રવાસ

ChhotaUdepur Harsh Sanghavi આદિવાસી વિસ્તારોમાં હર્ષ સંઘવીનો 3 દિવસીય પ્રવાસ

ChhotaUdepur Harsh Sanghavi : આ પ્રવાસ દરમિયાન તેઓ કવાંટ અને જેતપુર પાવી તાલુકાના વિવિધ આદિવાસી વિસ્તારોની મુલાકાત લેશે. સ્થાનિક નાગરિકો સાથે સીધો જનસંવાદ, જનસુનાવણી, ખાટલા બેઠક, યુવા સંવાદ અને સંગઠનાત્મક બેઠકો ઉપરાંત જિલ્લાના વિકાસકાર્યોની સમીક્ષા પણ કરશે.

પ્રવાસના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી વડોદરાથી કવાંટ પહોંચીને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને આદિવાસી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ કવાંટ સર્કિટ હાઉસ ખાતે ભાજપના વિવિધ હોદ્દેદારો અને સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે.

બીજો દિવસ: હાફેશ્વર પ્રવાસન સ્થળોની મુલાકાત અને જનસુનાવણી

સાંજે સ્થાનિક આદિવાસી સમાજના નાગરિકો સાથે ખાટલા બેઠક યોજીને તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળશે. આ ઉપરાંત ભજન-ભોજન કાર્યક્રમમાં સહભાગી થઈ સ્થાનિક લોકો સાથે આત્મીય સંવાદ કરશે. 28 નવેમ્બરે હર્ષ સંઘવી હાફેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરશે. ત્યારબાદ હાફેશ્વર જેટી પ્રોજેક્ટ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના રિસેપ્શન કાઉન્ટર અને રેવા ઈકો ટુરિઝમ સાઈટની મુલાકાત લઈને પ્રવાસન વિકાસની તકોનું નિરીક્ષણ કરશે.

આ દિવસે સરકારી અને ખાનગી ક્ષેત્રે કાર્યરત આદિવાસી યુવાનો સાથે યુવા સંવાદ પણ યોજાશે. ત્યારબાદ GMDC કડીપાણી ખાતે વહીવટી સ્થિતિ અને વિકાસકાર્યો અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે. મોટી શીખલી પ્રાથમિક શાળામાં બાળકો સાથે બપોરનું ભોજન લેશે.

કવાંટ સર્કિટ હાઉસના મેદાનમાં યોજાનારી જનસુનાવણીમાં વેપારીઓ, આદિવાસી યુવાનો અને ગ્રામજનોની રજૂઆતો સાંભળીને તેમના પ્રશ્નોના નિવારણ માટે સંવાદ કરશે.

ત્રીજો દિવસ: મહિલાઓ, યુવાનો અને ધાર્મિક આગેવાનો સાથે મુલાકાત

29 નવેમ્બરે પ્રવાસના અંતિમ દિવસે પાનવડ, પાણીબાર અને જેતપુર પાવી તાલુકાની મુલાકાત લેશે. પાણીબારના રામ ટેકરી ખાતે પ્રગતિશીલ મહિલાઓ સાથે 'મન કી બાત' કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ કલારાણીની એકલવ્ય કોલેજ ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે અને પત્રકારો સાથે ભોજન કરશે. પ્રવાસના અંતે મુલધર કબીર મંદિરે દર્શન કરીને સંતો-મહંતો અને ધાર્મિક આગેવાનો સાથે મુલાકાત કરશે.

આ ત્રણ દિવસીય પ્રવાસનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારોના નાગરિકો સાથે સીધો સંપર્ક સાધવો, તેમની સમસ્યાઓ જાણવી અને વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવાનો છે.

આ પણ વાંચો : Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો, 2.8ની તીવ્રતા નોંધાઈ અને ભચાઉથી 8 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું