Get News Alerts

Never miss breaking news updates.

Surat: લેબગ્રોન રફના ભાવ વધતા વેપારીઓની બેઠક, તૈયાર હીરાના ભાવમાં 25થી 30% વધારાની ચર્ચા

Surat: સુરતમાં લેબગ્રોન ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 08 Sep 2026 04:29 PM IST
Surat: લેબગ્રોન રફના ભાવ વધતા વેપારીઓની બેઠક, તૈયાર હીરાના ભાવમાં 25થી 30% વધારાની ચર્ચાSurat: લેબગ્રોન રફના ભાવ વધતા વેપારીઓની બેઠક, તૈયાર હીરાના ભાવમાં 25થી 30% વધારાની ચર્ચા

Surat

Surat: સુરતમાં લેબગ્રોન ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લેબગ્રોન ડાયમંડના રફના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં તેની સરખામણીએ તૈયાર હીરાના ભાવમાં વધારો ન થઈ રહ્યો હોવાને કારણે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રફના વધતા ભાવ અને તૈયાર હીરાના સ્થિર ભાવને કારણે વેપારીઓ અને રત્ન કલાકારોને પડતી મુશ્કેલીઓ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

રફના ભાવ વધ્યા, તૈયાર હીરાના ભાવમાં વધારો નહીં

લેબગ્રોન ડાયમંડ માર્કેટમાં રફના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેની સામે તૈયાર હીરાના ભાવમાં પૂરતો વધારો થઈ રહ્યો નથી. પરિણામે ઉત્પાદન ખર્ચ અને વેચાણ કિંમત વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ સ્થિતિને લઈને વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

તૈયાર હીરાના ભાવમાં 25થી 30% વધારાની ચર્ચા

બેઠકમાં દરેક વેપારી દ્વારા તૈયાર લેબગ્રોન હીરાનું વેચાણ 25થી 30 ટકા વધુ ભાવ સાથે કરવામાં આવે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. રફના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તૈયાર હીરાના ભાવમાં પણ યોગ્ય વધારો જરૂરી હોવાનું વેપારીઓ દ્વારા જણાવાયું હતું.

બજારમાં તૈયાર હીરાની ડિમાન્ડ

બેઠકમાં વેપારીઓએ જણાવ્યું હતું કે બજારમાં તૈયાર લેબગ્રોન હીરાની ડિમાન્ડ છે. આવી સ્થિતિમાં રફના ભાવમાં વધારો થઈ રહ્યો હોય તો તૈયાર હીરાના ભાવમાં પણ વધારો કરવો જરૂરી છે. જો રફ મોંઘો થતો જાય અને તૈયાર હીરાના ભાવમાં વધારો ન કરવામાં આવે તો વેપારીઓને નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

રત્ન કલાકારો અને વેપારીઓને મુશ્કેલીની ચિંતા

રફના વધતા ભાવ સામે તૈયાર હીરાના ભાવમાં વધારો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં રત્ન કલાકારો તેમજ વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેવી ચિંતા બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી.

લેબર ઘટાડીને માલ વેચવાનો નિર્ણય નહીં

બેઠકમાં તૈયાર લેબગ્રોન હીરાના ભાવમાં વધારો કરવા અંગે ચર્ચા સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાયો હતો. રફના ભાવ વધી રહ્યા હોય ત્યારે લેબર ઘટાડીને તૈયાર માલનું વેચાણ નહીં કરવું, તે અંગે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી. હવે તૈયાર લેબગ્રોન હીરાના ભાવમાં યોગ્ય વધારો કેવી રીતે અમલમાં મૂકવો તે અંગે વેપારીઓ વચ્ચે ચર્ચા આગળ વધશે.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદના ઓઢવમાંથી ₹4.80 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, SOGની મોટી કાર્યવાહી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.