Get News Alerts

Never miss breaking news updates.

Aravalli: નિવૃત્ત નાયબ કલેક્ટર સાથે સાયબર ફ્રોડ, બેંક ખાતામાંથી ₹55,998 ટ્રાન્સફર

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પાદરમહુડી ગામના 67 વર્ષીય નિવૃત્ત નાયબ કલેક્ટર દિનેશકુમાર બરંડા સાથે સાયબર છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 08 Sep 2026 11:09 AM IST
Aravalli: નિવૃત્ત નાયબ કલેક્ટર સાથે સાયબર ફ્રોડ, બેંક ખાતામાંથી ₹55,998 ટ્રાન્સફરAravalli: નિવૃત્ત નાયબ કલેક્ટર સાથે સાયબર ફ્રોડ, બેંક ખાતામાંથી ₹55,998 ટ્રાન્સફર

Aravalli

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પાદરમહુડી ગામના 67 વર્ષીય નિવૃત્ત નાયબ કલેક્ટર દિનેશકુમાર બરંડા સાથે સાયબર છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદ મુજબ, અજાણ્યા શખ્સોએ WhatsApp મારફતે તેમને APK ફાઇલ મોકલી હતી. નિવૃત્ત નાયબ કલેક્ટરે આ ફાઇલ ઓપન કર્યા બાદ તેમનો મોબાઇલ હેક થયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેમના બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ ₹55,998ની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું છે.

WhatsApp પર મોકલી APK ફાઇલ

ફરિયાદ મુજબ, સાયબર ઠગોએ WhatsApp મારફતે APK ફાઇલ મોકલી હતી. આ ફાઇલ ઓપન કર્યા બાદ મોબાઇલ સાથે છેડછાડ થઈ હોવાનો આક્ષેપ છે. APK જેવી અજાણી ફાઇલ મોબાઇલમાં ઇન્સ્ટોલ અથવા ઓપન કરવાથી સાયબર ઠગોને ડિવાઇસ કે સંવેદનશીલ માહિતી સુધી પહોંચવાનો ખતરો રહે છે.

બે બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

મોબાઇલ હેક થયા બાદ નિવૃત્ત નાયબ કલેક્ટરના SBI અને Bank of Barodaના ખાતામાંથી કુલ ₹55,998 ટ્રાન્સફર થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.

ટીંટોઈ પોલીસે તપાસ શરૂ કરી

સમગ્ર મામલે ટીંટોઈ પોલીસે BNS કલમ 318(4) તથા IT Actની કલમ 66(C), 66(D) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સાયબર ફ્રોડની સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને રકમ કયા ખાતામાં ટ્રાન્સફર થઈ તથા છેતરપિંડી પાછળ કોણ છે તે સહિતની વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

અજાણી APK ફાઇલથી સાવધાન

સાયબર ફ્રોડથી બચવા માટે WhatsApp કે અન્ય માધ્યમથી મળતી અજાણી APK ફાઇલ ઓપન કે ઇન્સ્ટોલ ન કરવી, અજાણી લિંક પર ક્લિક ન કરવું અને બેંકિંગ સંબંધિત OTP, PIN કે અન્ય ગુપ્ત માહિતી કોઈ સાથે શેર ન કરવી જરૂરી છે. જો સાયબર છેતરપિંડી થાય તો શક્ય તેટલી વહેલી તકે 1930 પર ફરિયાદ કરવી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : Surat: સ્વચ્છ હવાની દોડમાં સુરતને મોટો ફટકો, દેશભરમાં 5મા ક્રમે ધકેલાયું

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.