Surat News: સગરામપુરાના જૈન હીરા વેપારીનો આપઘાત, તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Surat : શહેરમાં આપઘાતની એક કરુણ ઘટના સામે આવી છે. સગરામપુરા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય જૈન હીરા વેપારી જય મેહતાએ તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
Kunjan Shukla
Surat NewsSurat News

Surat News

Surat News: સુરત શહેરમાં આપઘાતની એક કરુણ ઘટના સામે આવી છે. સગરામપુરા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય જૈન હીરા વેપારી જય મેહતાએ તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ આર્થિક મુશ્કેલીઓના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું

મળતી માહિતી અનુસાર, મૃતક જય મહેતા હીરાના વેપાર સાથે સંકળાયેલા હતા. ઘટનાના દિવસે તેમણે તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરતા પહેલાં તેમણે પોતાની પત્ની સાથે ફોન પર વાતચીત કરી હતી. છેલ્લી ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે પત્નીને જણાવ્યું હતું કે, તેઓ નાવડી ઓવારે બેઠા છે. આ વાતચીત બાદ બનેલી ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હીરા વેપારીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું હતું?

જય મહેતાના અચાનક મોતના સમાચાર મળતા પરિવારજનો અને નજીકના લોકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. એક તરફ પરિવાર માટે આ ઘટના મોટો આઘાત બની છે તો બીજી તરફ આર્થિક મુશ્કેલીઓના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાંદેર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનો સહિત ઘટનાને લગતી વિવિધ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. હીરા વેપારીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું હતું અને તેમની આર્થિક સ્થિતિ કેવી હતી તે સહિતના પાસાઓની તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.

આ પણ વાંચો: Mehsana News: ઉનાવામાં 2500 બેગ સરકારી યુરિયા ખાતર ઝડપાયું