Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં ગેરકાયદે બાંધકામ સામે મનપાની મોટી કાર્યવાહી, 6 ઇમારતોના વધારાના બે માળ તોડી પડાયા

Surat Illegal Construction Demolition: સુરતમાં ગેરકાયદે બાંધકામ સામે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાના વરાછા ઝોનની ટીમે ટી.પી. 4 અશ્વિનીકુમાર-નવાગામ વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી 6...
R Gajjar
R GajjarUpdated on: 07 Sep 2026 03:04 PM IST
સુરતમાં ગેરકાયદે બાંધકામ સામે મનપાની મોટી કાર્યવાહી, 6 ઇમારતોના વધારાના બે માળ તોડી પડાયાસુરતમાં ગેરકાયદે બાંધકામ સામે મનપાની મોટી કાર્યવાહી, 6 ઇમારતોના વધારાના બે માળ તોડી પડાયા

Surat Illegal Construction Demolition

Surat Illegal Construction Demolition: સુરતમાં ગેરકાયદે બાંધકામ સામે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાના વરાછા ઝોનની ટીમે ટી.પી. 4 અશ્વિનીકુમાર-નવાગામ વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી 6 ઇમારતોમાં કરવામાં આવેલા ગેરકાયદે વધારાના બાંધકામને તોડી પાડ્યું હતું.

નોટિસ છતાં બાંધકામ ચાલુ રાખ્યું હોવાનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, મનપા દ્વારા અગાઉ બિલ્ડરને ગેરકાયદે બાંધકામ અંગે નોટિસો આપવામાં આવી હતી. જોકે, નોટિસ બાદ પણ બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હોવાનો મનપાનો આક્ષેપ છે. મંજૂર પ્લાન મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 4 માળની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, બિલ્ડર દ્વારા મંજૂર પ્લાનથી વિરુદ્ધ જઈને વધુ બે માળનું વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું.

અંતિમ નોટિસ બાદ મનપાએ ચલાવ્યું ડિમોલિશન

મનપાએ અંતિમ નોટિસ આપ્યા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા ઝોનની ટીમે 6 ટાવરના વધારાના બે-બે માળ પર ડિમોલિશન કાર્યવાહી કરી ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. ગેરકાયદે બાંધકામ સામેની આ કાર્યવાહીને પગલે અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે. મનપા દ્વારા મંજૂર પ્લાન વિરુદ્ધ થતા બાંધકામ સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]