Get News Alerts

Never miss breaking news updates.

Surat : HPCL દ્વારા સ્ટાર્ટઅપ કંપનીને છેલ્લા 5 દિવસથી ડીઝલ ન મળતાં મુશ્કેલી, સપ્લાય બંધ કર્યાનો આક્ષેપ

Surat : સુરતમાં ડોર-ટુ-ડોર ડીઝલ ડિલિવરીનું સ્ટાર્ટઅપ ચલાવતી કંપનીને છેલ્લા પાંચ દિવસથી ડીઝલનો સપ્લાય ન મળતા મુશ્કેલી સર્જાઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 05 Oct 2026 09:17 PM IST
Surat : HPCL દ્વારા સ્ટાર્ટઅપ કંપનીને છેલ્લા 5 દિવસથી ડીઝલ ન મળતાં મુશ્કેલી, સપ્લાય બંધ કર્યાનો આક્ષેપSurat : HPCL દ્વારા સ્ટાર્ટઅપ કંપનીને છેલ્લા 5 દિવસથી ડીઝલ ન મળતાં મુશ્કેલી, સપ્લાય બંધ કર્યાનો આક્ષેપ

Surat

Surat : સુરતમાં ડોર-ટુ-ડોર ડીઝલ ડિલિવરીનું સ્ટાર્ટઅપ ચલાવતી કંપનીને છેલ્લા પાંચ દિવસથી ડીઝલનો સપ્લાય ન મળતા મુશ્કેલી સર્જાઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. નિર્મિત એનર્જી LLP નામની સ્ટાર્ટઅપ કંપની દ્વારા આ અંગે HPCL સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

સ્ટાર્ટઅપની કામગીરીને થઈ રહી છે અસર

મળતી માહિતી મુજબ, નિર્મિત એનર્જી LLP ડોર-ટુ-ડોર ડીઝલ ડિલિવરીનું સ્ટાર્ટઅપ ચલાવી રહી છે. કંપનીની દૈનિક ડીઝલની જરૂરિયાત આશરે 6,000 લિટર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, છેલ્લા પાંચ દિવસથી HPCL દ્વારા કંપનીને ડીઝલ આપવામાં આવ્યું નથી, જેના કારણે સ્ટાર્ટઅપની કામગીરીને અસર થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, ડીઝલનો સપ્લાય ન મળવા અંગે ડેપો અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે કંપનીને ડીઝલની અછત હોવાનું કારણ જણાવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સતત પાંચ દિવસથી ડીઝલનો સપ્લાય ન મળતા ડોર-ટુ-ડોર ડિલિવરી સેવા કેવી રીતે ચાલુ રાખવી તે અંગે કંપની સામે મુશ્કેલી ઊભી થઈ છે.

શું છે ચોક્કસ કારણ?

આ મામલે HPCLનો પક્ષ જાણવા માટે મીડિયા દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, HPCL તરફથી મીડિયા સાથે વાત કરવા તૈયાર ન હોવાનું જણાવાયું છે. પરિણામે ડીઝલ સપ્લાય બંધ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. એક તરફ સરકાર દ્વારા દેશમાં સ્ટાર્ટઅપ અને નવા વ્યવસાયોને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી કંપની દ્વારા સ્ટાર્ટઅપને જરૂરી ડીઝલનો પુરવઠો ન મળવાના આક્ષેપો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે.

નિર્મિત એનર્જી LLP માટે દૈનિક આશરે 6,000 લિટર ડીઝલની જરૂરિયાત હોવાનું જણાવાઈ રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી સપ્લાય અટકતાં કંપનીની કામગીરી અને ગ્રાહકો સુધીની ડિલિવરી સેવા પર તેની અસર પડવાની શક્યતા છે. હવે HPCL દ્વારા ડીઝલ સપ્લાય શા માટે અટકાવવામાં આવ્યો અને સ્ટાર્ટઅપ કંપનીને ફરી નિયમિત સપ્લાય ક્યારે શરૂ થશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Mehsana : નીતિનભાઈ પોતે એક બ્રાન્ડ, તેમનું કામ આપણે બધાએ ક્યારેય માપ્યું નથી : શંકર ચૌધરી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.