Get News Alerts

Never miss breaking news updates.

Arvalli માં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ટીંટોઈ પોલીસે દરોડા પાડી બુટલેગર સામે નોંધ્યો ગુનો

Arvalli જિલ્લામાં ગેરકાયદે દારૂના ઉત્પાદન સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. રાજલી ગામની સીમમાં તળાવની પાળ નજીક ઝાડી-ઝાંખરામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો ટીંટોઈ પોલીસે પર્દાફાશ કર્યો.
Vivek Shah
Vivek ShahUpdated on: 23 Aug 2026 09:07 AM IST
Arvalli માં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ટીંટોઈ પોલીસે દરોડા પાડી બુટલેગર સામે નોંધ્યો ગુનોArvalli માં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ટીંટોઈ પોલીસે દરોડા પાડી બુટલેગર સામે નોંધ્યો ગુનો

Arvalli

Arvalli : રાજલી ગામની સીમમાં તળાવની પાળ નજીક ઝાડી-ઝાંખરામાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી. બાતમીના આધારે ટીંટોઈ પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસની ટીમને જોઈ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવાની ગેરકાયદેસર ભઠ્ઠી ઝડપી પાડી હતી. સ્થળ પરથી અંદાજે 2 લીટર તૈયાર દેશી દારૂ તેમજ 10 લીટર મહુડાનો વોશ મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા સાધનો અને અન્ય મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો હતો.

ઝાડી-ઝાંખરામાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

પોલીસે સ્થળ પરથી રાજલી ગામના કિરણસિંહ રજુસિંહ પરમાર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી સામે પ્રોહિબિશન કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કબજે કરાયેલા દારૂ, મહુડાના વોશ અને સાધનો અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ટીંટોઈ પોલીસની આ કાર્યવાહીથી રાજલી ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દારૂ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. ખાસ કરીને રહેણાક વિસ્તારથી દૂર ઝાડી-ઝાંખરામાં અને તળાવની પાળ નજીક આવી પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી સામે આવતા પોલીસની કામગીરી મહત્વપૂર્ણ બની છે. દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા સાધનો અને કાચો માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તૈયાર કરવામાં આવેલ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજલીની સીમમાં ગેરકાયદે દારૂની ભઠ્ઠી ઝડપાઈ

પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ સહિતની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. સમગ્ર મામલે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ટીંટોઈ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અરવલ્લીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા ગેરકાયદે દારૂના ઉત્પાદન સામે પોલીસની કાર્યવાહી ફરી એકવાર ચર્ચામાં આવી છે. હવે તપાસ દરમિયાન આ ભઠ્ઠી કેટલા સમયથી ચાલી રહી હતી અને તેના નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ જોડાયેલી છે કે નહીં તે અંગે મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Odisha ના દરિયાકાંઠે માલવાહક જહાજ ડૂબ્યું, 24 ક્રૂ મેમ્બરને બચાવવાની કામગીરી શરૂ કરાઈ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે