Surat : ડેપ્યુટી CMની હાજરીવાળા કાર્યક્રમમાં એક્સપાયરીવાળી પાણીની બોટલો મળ્યાનો આક્ષેપ, ફૂડ સેફ્ટી સામે સવાલો


Surat
Surat : ડેપ્યુટી CMની હાજરીવાળા કાર્યક્રમમાં એક્સપાયરીવાળી પાણીની બોટલો મળ્યાનો આક્ષેપ, ફૂડ સેફ્ટી સામે સવાલો


Surat
Surat : સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમને લઈને આરોગ્ય અને ફૂડ સેફ્ટીના નિયમો અંગે સવાલો ઉભા થયા છે. ડેપ્યુટી CM હર્ષ સંઘવીની હાજરીવાળા GJEPCના ઉન્નતિ કાર્યક્રમમાં એક્સપાયરી ડેટની પાણીની બોટલો આપવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક્સપાયરી વાળું પાણી કાર્યક્રમ સુધી પહોંચ્યું કેવી રીતે?
મળતી માહિતી મુજબ, કાર્યક્રમમાં મુકવામાં આવેલી કેટલીક પાણીની બોટલોની એક્સપાયરી ડેટ 29 સપ્ટેમ્બર 2026 દર્શાવવામાં આવી રહી છે. જ્યારે બોટલ પર પેકિંગ તારીખ 30 માર્ચ 2026 લખેલી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ બોટલો કાર્યક્રમમાં કેવી રીતે પહોંચી અને લોકો સુધી પીરસવા માટે કેમ મુકવામાં આવી, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં રાજ્યના ડેપ્યુટી CM સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આવા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જ પીવાના પાણીની ગુણવત્તા અને તેની સમયમર્યાદા અંગે બેદરકારીના આક્ષેપો સામે આવતા આરોગ્ય વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.
તંત્ર આ મામલે શું પગલાં લેશે?
એક્સપાયરી થયેલી પાણીની બોટલો જો ખરેખર કાર્યક્રમમાં પીરસવામાં આવી હોય તો તે ગંભીર બાબત ગણાઈ શકે છે. કાર્યક્રમના આયોજકો દ્વારા પાણીની બોટલોની ખરીદી, સપ્લાય અને વિતરણ પહેલાં તેની એક્સપાયરી ડેટની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં, તે પણ તપાસનો વિષય બન્યો છે. સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સમયાંતરે ખાદ્ય પદાર્થો અને પીણાંને લઈને કાર્યવાહી કરવામાં આવે છે.
ત્યારે હવે જાહેર કાર્યક્રમમાં જ એક્સપાયરી પાણીની બોટલો પહોંચવાના આક્ષેપો બાદ ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીના આક્ષેપોને પગલે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠી છે. જો બોટલો ખરેખર એક્સપાયર થયેલી હોવાનું તપાસમાં સામે આવે તો તે કાર્યક્રમ સુધી કેવી રીતે પહોંચી અને તેના માટે જવાબદાર કોણ છે, તે અંગે કાર્યવાહી થવી જરૂરી છે. હવે તંત્ર આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : Jamnagar : જનતા ફાટક ચોકડી નજીક સર્જાયો મોટો અકસ્માત, ટ્રકની અડફેટે આવતા 1 વ્યક્તિનું મોત




