Get News Alerts

Never miss breaking news updates.

Surat Sumul Dairy માં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણીને લઈને ફરી બ્રેક! અણધાર્યા વહીવટી કારણોસર પ્રક્રિયા બીજી વખત સ્થગિત

Surat Sumul Dairy : સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને ફરી એકવાર સસ્પેન્સ ઊભું થયું છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 09 Sep 2026 11:55 AM IST
Surat Sumul Dairy માં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણીને લઈને ફરી બ્રેક! અણધાર્યા વહીવટી કારણોસર પ્રક્રિયા બીજી વખત સ્થગિતSurat Sumul Dairy માં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણીને લઈને ફરી બ્રેક! અણધાર્યા વહીવટી કારણોસર પ્રક્રિયા બીજી વખત સ્થગિત

Surat Sumul Dairy

Surat Sumul Dairy : પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે જાહેર કરવામાં આવેલી પ્રક્રિયા બીજી વખત અટકાવી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી દ્વારા અણધાર્યા વહીવટી કારણોસર ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે સુમુલ ડેરીના ડિરેક્ટરોની ચૂંટણીને દોઢથી બે મહિના જેટલો સમય વીતી ગયો છે. ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે તારીખ જાહેર કરવામાં આવી હતી. જોકે, હવે બીજી વખત આ પ્રક્રિયા અટકી જતા સુમુલ ડેરીના સહકારી અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

સુમુલની ખુરશી કોના ભાગે?

પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી માટે છેલ્લા કેટલાક સમયથી વિવિધ રાજકીય સમીકરણોની ચર્ચા ચાલી રહી હતી. હવે વરણી ફરી અટકી જતાં આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે. ખાસ કરીને પ્રમુખ-ઉપપ્રમુખની ખુરશીની લડાઈ છે કે પછી કોઈ નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે? તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. ચૂંટણી અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં ‘અણધાર્યા વહીવટી કારણોસર’ ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. જોકે, આ વહીવટી કારણો અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

સુમુલમાં ફરી રાજકીય ગરમાવો!

સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લાના હજારો પશુપાલકો સાથે સીધી રીતે જોડાયેલી મહત્વપૂર્ણ સહકારી સંસ્થા છે. તેથી ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માત્ર રાજકીય દૃષ્ટિએ જ નહીં પરંતુ પશુપાલકો અને સહકારી ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વરણી ફરી અટકી જતા હવે નવી તારીખ ક્યારે જાહેર થાય છે તેના પર સૌની નજર છે. સાથે જ આગામી નિર્ણયમાં કયા રાજકીય સમીકરણો અસર કરશે અને પ્રમુખ તથા ઉપપ્રમુખની ખુરશી કોના ભાગે જશે તે અંગે પણ ઉત્સુકતા વધી છે. ડિરેક્ટરોની ચૂંટણી પૂર્ણ થયા બાદ લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં નેતૃત્વની વરણી ન થઈ શકતા ડેરીના વહીવટી માળખા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.

બીજી તરફ, પશુપાલકો માટે ડેરીની કામગીરી સરળતાથી અને અસરકારક રીતે આગળ વધે તે પણ મહત્વપૂર્ણ બાબત છે. હવે સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે હાઇકમાન્ડનો નિર્ણય કઈ દિશામાં જાય છે અને નવી તારીખ ક્યારે જાહેર થાય છે તેના પર સૌની નજર છે. વરણીની પ્રક્રિયા બીજી વખત સ્થગિત થતાં સુમુલ ડેરીમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને હવે આગામી નિર્ણય શું આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો : Dabhoi સ્વચ્છ ની વાતો વચ્ચે ગંદકીના ઢગલા! પાલિકાને પ્રાદેશિક કમિશનરની નોટિસ, રહેણાંક વિસ્તારોમાં ગંદકીના ઢગ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.