Get News Alerts

Never miss breaking news updates.

Rajkot : લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, તમામ બેઠક પર સમર્થિત ઉમેદવારોની જીત

Rajkot લોધિકા સંઘની ચૂંટણીના પરિણામોમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ સંઘની તમામ બેઠકો પર જયેશ રાદડિયા જૂથ સાથે જોડાયેલા ઉમેદવારોનો વિજય થયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 09 Sep 2026 10:43 AM IST
Rajkot : લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, તમામ બેઠક પર સમર્થિત ઉમેદવારોની જીતRajkot : લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, તમામ બેઠક પર સમર્થિત ઉમેદવારોની જીત

Rajkot

Rajkot : બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા માટે વ્હિપ જાહેર કરવામાં આવ્યો હતો, તેમાંથી મોટાભાગના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.

ચૂંટણી દરમિયાન કેટલીક બેઠકોના પરિણામો ખાસ ચર્ચામાં રહ્યા હતા. કુવાડવા બેઠક પર અરવિંદ રૈયાણીને માત્ર એક મત મળ્યો હતો, જ્યારે તેમના હરીફ ઉમેદવાર નીતિન ચોવટિયાને ત્રણ મત મળ્યા હતા.

એક મતથી ચાર મત સુધીના ચોંકાવનારા પરિણામ

તે જ રીતે માધાપર જૂથ બેઠક પર પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને માત્ર એક મત મળ્યો હતો. તેમના હરીફ ઉમેદવાર વિજય સખિયાને ચાર મત મળ્યા હતા. આ પરિણામોએ ચૂંટણીના મતગણિતને લઈને પણ ચર્ચા જગાવી છે. ખોખડદડ બેઠક પર બાબુ નસીતને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રંબા બેઠકનું પરિણામ સૌથી વધુ રોમાંચક રહ્યું હતું. અહીં નીતિન રૈયાણી અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી.

બંને ઉમેદવારોને સરખા એટલે કે બબ્બે મત મળતા પરિણામ ટાઇમાં અટવાયું હતું. ટાઇ બાદ બંને ઉમેદવારોમાંથી વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી દ્વારા નીતિન રૈયાણીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે ત્રંબા બેઠકનું પરિણામ પણ રોમાંચક રીતે સામે આવ્યું હતું.

રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો

લોધિકા સંઘની ચૂંટણીમાં જયેશ રાદડિયા જૂથના ઉમેદવારોને મળેલી સફળતાને કારણે રાજકોટના સહકારી ક્ષેત્રના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા વ્હિપ છતાં મોટાભાગના સમર્થિત ઉમેદવારોની હાર થઈ હોવાનો દાવો ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણીના પરિણામોમાં કેટલીક બેઠકો પર ઉમેદવારોને મળેલા મતનું અંતર પણ ખૂબ જ ઓછું રહ્યું હતું.

ક્યાંક એક અને ત્રણ મત વચ્ચેનો તફાવત જોવા મળ્યો, તો ક્યાંક એક અને ચાર મત વચ્ચેનું પરિણામ સામે આવ્યું હતું. સમગ્ર ચૂંટણીમાં રાદડિયા જૂથના ઉમેદવારોની જીત અને ત્રંબા બેઠક પર ચિઠ્ઠીથી થયેલો નિર્ણય મુખ્ય ચર્ચાના મુદ્દા બન્યા છે. હવે આ પરિણામ બાદ લોધિકા સંઘના આગામી સંચાલન અને સહકારી ક્ષેત્રના રાજકીય સમીકરણો પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : Surat ના શ્યામ સંગીની માર્કેટમાં 8 કલાક બાદ આગ કાબૂમાં, 6 દુકાનમાં લાખોનું નુકસાન

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.