Get News Alerts

Never miss breaking news updates.

SDCAમાં ગંદી રાજનીતિના આક્ષેપ, જૂની ઘટનાને લઈને તપાસના આદેશના સંકેત

SDCA Surat Controversy: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)માં ગંદી રાજનીતિના આક્ષેપોને લઈને મામલો ચર્ચામાં આવ્યો છે. SDCAના સભ્ય પ્રતીક શાહ દ્વારા આ મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર...
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 03:15 PM IST
SDCAમાં ગંદી રાજનીતિના આક્ષેપ, જૂની ઘટનાને લઈને તપાસના આદેશના સંકેતSDCAમાં ગંદી રાજનીતિના આક્ષેપ, જૂની ઘટનાને લઈને તપાસના આદેશના સંકેત

SDCA Surat Controversy

SDCA Surat Controversy: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)માં ગંદી રાજનીતિના આક્ષેપોને લઈને મામલો ચર્ચામાં આવ્યો છે. SDCAના સભ્ય પ્રતીક શાહ દ્વારા આ મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને હવે SDCAના સેક્રેટરીનું નિવેદન સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, એક કોચ દ્વારા ભૂતકાળમાં એક ખેલાડી યુવતીને વાંધાજનક મેસેજ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, યુવતીને “જો સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે” તેવો મેસેજ કરવામાં આવ્યો હતો. આ મામલે SDCAના સેક્રેટરીએ જણાવ્યું છે કે આ ઘટના ઘણા સમય જૂની હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં સમગ્ર મામલાની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે અને હકીકત સામે લાવવામાં આવશે.

SDCAના સેક્રેટરીના જણાવ્યા મુજબ, જરૂર જણાશે તો આ મામલે પોલીસ તેમજ એડવોકેટની સલાહ પણ લેવામાં આવશે. તપાસ દરમિયાન કોઈપણ વ્યક્તિની સંડોવણી સામે આવશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે તેમ પણ જણાવાયું છે. હાલ સમગ્ર મામલે SDCA દ્વારા તપાસની દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. તપાસ બાદ જ આક્ષેપોમાં કેટલી હકીકત છે તે સ્પષ્ટ થશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]