Navsari જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન: સુરત રેન્જ IGએ કર્યું નિરીક્ષણ, લોક દરબારમાં લોકોની રજૂઆતો સાંભળી



Navsari District Police Inspection
Navsari જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન: સુરત રેન્જ IGએ કર્યું નિરીક્ષણ, લોક દરબારમાં લોકોની રજૂઆતો સાંભળી



Navsari District Police Inspection
Navsari District Police Inspection: નવસારી જિલ્લા પોલીસ વિભાગનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. સુરત રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ દ્વારા એરુ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ વિભાગની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાર્ષિક ઇન્સ્પેક્શનની સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો
નવસારી પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા લોકોના ચોરી થયેલા ઘરેણાં તેમજ અન્ય ચીજવસ્તુઓ પરત કરવામાં આવી હતી. ચોરીની વસ્તુઓ પરત મળતા લોકોમાં રાહત જોવા મળી હતી. પોલીસની કામગીરી બદલ લાભાર્થીઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

લોક દરબારમાં શહેર-જિલ્લાના પ્રશ્નોની રજૂઆત
સુરત રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહના અધ્યક્ષસ્થાને લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી શહેર અને જિલ્લાના શહેરીજનોએ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. ખાસ કરીને શહેરની ટ્રાફિક સમસ્યા તેમજ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અંગે શહેરીજનોએ પોલીસ સમક્ષ રજૂઆતો કરી હતી. લોક દરબારમાં રજૂ થયેલા પ્રશ્નો અને સૂચનોને લઈને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની દિશામાં કામગીરી કરવામાં આવે તેવી શક્યતા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




