Get News Alerts

Never miss breaking news updates.

Surat : 22 વર્ષના અનુભવી IAS રાજકુમાર બેનીવાલ બન્યા સુરતના નવા મ્યુનિ.કમિશનર, સફાઈ સુવિધા અને મહત્વના પ્રોજેક્ટ પર રહેશે ફોકસ

Surat મહાનગરપાલિકાને આખરે નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. IAS રાજકુમાર બેનીવાલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે ચાર્જ સંભાળી લીધો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 07 Sep 2026 12:34 PM IST
Surat : 22 વર્ષના અનુભવી IAS રાજકુમાર બેનીવાલ બન્યા સુરતના નવા મ્યુનિ.કમિશનર, સફાઈ સુવિધા અને મહત્વના પ્રોજેક્ટ પર રહેશે ફોકસSurat : 22 વર્ષના અનુભવી IAS રાજકુમાર બેનીવાલ બન્યા સુરતના નવા મ્યુનિ.કમિશનર, સફાઈ સુવિધા અને મહત્વના પ્રોજેક્ટ પર રહેશે ફોકસ

Surat

Surat : નાસીરનગર વિવાદ બાદ એમ. નાગરાજનની બદલી થયાના 26 દિવસ બાદ સુરતને નવા કમિશનર મળ્યા છે. અનુભવી IAS અધિકારીને SMCની કમાન સોંપાતા સુરતના વહીવટમાં નવી ગતિ આવવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

રાજકુમાર બેનીવાલને વહીવટી ક્ષેત્રે આશરે 22 વર્ષનો બહોળો અનુભવ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેઓ GNFCના MD તરીકે તેમજ અમદાવાદ-વડનગર પ્રોજેક્ટ સહિત વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. તેમના અનુભવનો લાભ સુરત શહેરના મોટા વિકાસ પ્રોજેક્ટો અને વહીવટી કામગીરીને ઝડપ આપવા માટે લેવામાં આવે તેવી અપેક્ષા છે.

પ્રાથમિક સુવિધા પર અપાશે વધુ ધ્યાન

નાસીરનગર વિવાદ બાદ સુરત મહાનગરપાલિકાના વહીવટમાં સર્જાયેલી અસ્થિરતાને દૂર કરવા માટે પણ નવા કમિશનરની નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હજારો કરોડોના વિકાસ પ્રોજેક્ટને ઝડપી બનાવવા, તટસ્થ નિર્ણયો લેવા અને વહીવટી વ્યવસ્થામાં વધુ ગતિ લાવવા માટે સિનિયર અને અનુભવી અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે શહેરના વિકાસ અંગે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી છે.

તેમણે જણાવ્યું કે વિકસિત ભારતના વિઝન અંતર્ગત શહેરના નવા મોટા પ્રોજેક્ટો ઝડપથી અમલમાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. સાથે જ શહેરની સ્વચ્છતાને પણ ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે. નાગરિકોની નાની-નાની સમસ્યાઓ કેવી રીતે ઝડપથી દૂર કરી શકાય અને લોકોને પ્રાથમિક સુવિધાઓ સમયસર મળી રહે તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે.

નવા કમિશનરે ખાસ કરીને ત્રણ મુખ્ય મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી છે

તેમાં શહેરમાં સફાઈ, નાગરિકોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો અને મોટા પ્રોજેક્ટોનો ઝડપી અમલ મુખ્ય રહેશે. સુરત શહેરમાં ખાડીપૂર જેવી સમસ્યાઓને લઈને પણ ઝડપી ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવાની વાત તેમણે કરી છે. નાગરિકોને આવી સમસ્યાઓમાંથી ટૂંકા સમયમાં રાહત મળે તે માટે જરૂરી પ્રયાસો કરવામાં આવશે. બીજી તરફ નાસીરનગર વિવાદ હાલ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.

આ મામલે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કામગીરી કરવામાં આવશે તેમ નવા કમિશનરે જણાવ્યું છે. ન્યાયાલયના નિયમો અને સૂચનાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હવે સુરત મહાનગરપાલિકાની કમાન અનુભવી IAS અધિકારીના હાથમાં આવી છે ત્યારે સફાઈ, નાગરિક સુવિધા અને વિકાસ પ્રોજેક્ટોને કેટલી ઝડપ મળે છે, તેના પર સુરતવાસીઓની નજર રહેશે.

આ પણ વાંચો : Dahod : ગણપતિ આગમન વચ્ચે આખલાઓનો આતંક, 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.