Sumul Dairy : સુમુલના પશુપાલકો માટે ‘કહી ખુશી, કહી ગમ’! દૂધના ભાવ વધ્યા તો પશુદાણ પણ મોંઘું થયું



Sumul Dairy
Sumul Dairy : સુમુલના પશુપાલકો માટે ‘કહી ખુશી, કહી ગમ’! દૂધના ભાવ વધ્યા તો પશુદાણ પણ મોંઘું થયું



Sumul Dairy
Sumul Dairy દ્વારા કિલો ફેટ દીઠ રૂ. 50નો ભાવવધારો કરવામાં આવ્યો છે. જેના કારણે દૂધ ઉત્પાદકોને આવકમાં થોડી રાહત મળવાની શક્યતા છે. જોકે, પશુદાણના ભાવમાં પણ વધારો થતાં પશુપાલકોની સ્થિતિમાં ખાસ મોટો ફેરફાર નહીં આવે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખર્ચ વધ્યો તો આવકમાં પણ વધારો જરૂરી!
સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને ખેડૂત નેતા જયેશ દેલાડે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે સુમુલ દ્વારા કિલો ફેટ દીઠ રૂ. 50નો વધારો કરવામાં આવ્યો છે, જે પશુપાલકો માટે રાહતરૂપ નિર્ણય છે. લાંબા સમયથી પશુપાલકો દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાની રજૂઆતો કરવામાં આવી રહી હતી. પરંતુ બીજી તરફ પશુદાણના ભાવમાં પણ વધારો થયો હોવાથી પશુપાલકો સામે ખર્ચનું મોટું પડકાર ઊભું થયું છે.
પશુઓના આહાર પાછળનો ખર્ચ સતત વધતો હોવાથી દૂધના ભાવમાં થયેલા વધારાની અસર મોટા પ્રમાણમાં ખર્ચમાં જતી રહે તેવી સ્થિતિ છે. જયેશ દેલાડના જણાવ્યા અનુસાર, અલ નીનોની અસર, ઘાસચારાની અછત અને પશુ આહારના વધતા ભાવને કારણે દૂધ ઉત્પાદનનો ખર્ચ અગાઉની સરખામણીએ ઘણો વધી ગયો છે. પશુઓના યોગ્ય પોષણ માટે જરૂરી આહાર મોંઘો બનતા પશુપાલકોને દૂધ ઉત્પાદન જાળવી રાખવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
સુમુલમાં દૂધના ભાવ વધારાની સાથે પશુદાણ પણ મોંઘું
પશુપાલકોનું કહેવું છે કે, દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ વધુ વધારો કરવામાં આવે તો જ વધતા ઉત્પાદન ખર્ચ સામે યોગ્ય રાહત મળી શકે. હાલ કરવામાં આવેલા રૂ. 50ના વધારાને આવકારવામાં આવ્યો છે, પરંતુ પશુપાલકો હજુ પણ વધુ ભાવવધારાની માગ કરી રહ્યા છે.
વારંવારની રજૂઆતો બાદ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સામે પશુદાણ મોંઘું થતાં ‘આવક વધી અને ખર્ચ પણ વધ્યો’ જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે પશુપાલકો માટે આ નિર્ણય એક તરફ ખુશી અને બીજી તરફ ચિંતાનું કારણ બન્યો છે. પશુપાલકોનું માનવું છે કે દૂધ ઉત્પાદનનો ખર્ચ, પશુ આહાર, ઘાસચારો અને અન્ય જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને દૂધના ભાવ નક્કી થવા જોઈએ. વધતા ખર્ચ વચ્ચે પશુપાલકો ટકી શકે અને પશુપાલન વ્યવસાયને આગળ વધારી શકે તે માટે કિલો ફેટ દીઠ વધુ યોગ્ય ભાવ આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે પશુપાલકોની નજર આગામી સમયમાં સુમુલ ડેરી દ્વારા લેવામાં આવનારા નિર્ણયો પર છે. વધુ ભાવવધારો મળે તો પશુપાલકોને વધતા ઉત્પાદન ખર્ચ સામે વધુ રાહત મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Rajkot ના જેતપુરમાં ગમખ્વાર અકસ્માત, સ્પોર્ટ્સ બાઇકની ટક્કરે એકનું ઘટના સ્થળે મોત

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



