Get News Alerts

Never miss breaking news updates.

Rajkot ના જેતપુરમાં ગમખ્વાર અકસ્માત, સ્પોર્ટ્સ બાઇકની ટક્કરે એકનું ઘટના સ્થળે મોત

Rajkot ના જેતપુરના અમરનગર રોડ ઉપર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી સ્પોર્ટ્સ બાઇકે રોડ ક્રોસ કરી રહેલ બાઈકના ચાલકને ટક્કર મારી હતી.
Vivek Shah
Vivek ShahUpdated on: 06 Sep 2026 12:51 PM IST
Rajkot ના જેતપુરમાં ગમખ્વાર અકસ્માત, સ્પોર્ટ્સ બાઇકની ટક્કરે એકનું ઘટના સ્થળે મોતRajkot ના જેતપુરમાં ગમખ્વાર અકસ્માત, સ્પોર્ટ્સ બાઇકની ટક્કરે એકનું ઘટના સ્થળે મોત

Rajkot Jetpur accident

Rajkot : આ અકસ્માતમાં અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, અમરનગર રોડ ઉપર સ્પોર્ટ્સ બાઇક અને હોન્ડા સાઇન વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માત બાદ સ્પોર્ટ્સ બાઇકના ફુરચા નીકળી ગયા હતા.

ઘટનાને પગલે રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં હોન્ડા સાઇન બાઇક ચલાવી રહેલા હરેશ ડોબરીયાનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્નીને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો

બીજી તરફ સ્પોર્ટ્સ બાઇક ચલાવી રહેલા ઇલાદિનભાઈ મોઇનને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માનાં પગલે અમરનગર રોડ ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.

દરમિયાન, સ્થાનિક લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે સ્પોર્ટ્સ બાઇક ચાલક અકસ્માત સમયે કથિત રીતે નશાની હાલતમાં હોઈ શકે છે. જોકે, આ બાબત અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. નશાની હાલતમાં ડ્રાઇવિંગ થયું હતું કે નહીં તે અંગેની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

રોડ ક્રોસ કરતા બની ઘટના

પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો, બંને બાઇકની ઝડપ કેટલી હતી, રોડ ક્રોસ કરતી વખતે પરિસ્થિતિ શું હતી અને અકસ્માત માટે જવાબદાર પરિબળો કયા હતા તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ગમખ્વાર અકસ્માતે એક પરિવારને મોટો આઘાત આપ્યો છે. ઘટનાસ્થળે એક વ્યક્તિનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી હતી. હાલ જેતપુર સિટી પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવશે.

આ પણ વાંચો : Gujarat BJP : અમદાવાદમાં ‘સેવા સમર્પણ’નો પ્રારંભ, 17 સપ્ટેમ્બરથી 13 વિવિધ કાર્યક્રમોનું આયોજન

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.