Surat ના ભાઠેનામાં પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ, બે લોકોનું રેસ્કયૂં કરાયું


Surat
Surat ના ભાઠેનામાં પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ, બે લોકોનું રેસ્કયૂં કરાયું


Surat
Surat : આગ એટલી વિકરાળ હતી કે બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ, ઉમા ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આવેલા બિલ્ડિંગના બીજા માળે પ્રિન્ટિંગ પ્રેસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ થોડી જ ક્ષણોમાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
પ્રિન્ટિંગ પ્રેસમાં કાગળ સહિતનો સામાન હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનામાં કોઈ જાનહાની નહી
આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આગનું ચોક્કસ કારણ ફાયર વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વેસુ અને મજુરા સહિતના ફાયર સ્ટેશનોની ફાયર ફાઈટર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમોએ પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
આ દરમિયાન બિલ્ડિંગના બીજા માળે ફસાયેલા બે લોકોને ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયર જવાનોની સમયસરની કામગીરીના કારણે બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આગ કાબુમાં આવી ગઈ
બીજી તરફ, આગની તીવ્રતા જોતા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. લાંબી જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. આ ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે પ્રિન્ટિંગ પ્રેસમાં રહેલા સામાન અને સાધનોને નુકસાન થયું હોવાની શક્યતા છે.
જોકે નુકસાન અંગેની ચોક્કસ વિગતો તપાસ બાદ સામે આવશે. સદનસીબે ફાયર વિભાગે સમયસર કામગીરી કરીને બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા કૂલિંગ અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગની ઘટનાને લઈને સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : Vadodara ને મળ્યું ICC નું ગૌરવ, પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો અહીં રમાશે




