Surat News : સુરતના માંડવીમાં દીપડાનો આતંક, બાઇક પર પરત ફરી રહેલા બે મજૂરો પર હુમલો કરતા થયા ઈજાગ્રસ્ત

Surat News : સુરત જિલ્લાના માંડવી પંથકમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. મોરીઠા-તરસાડાખૂર્દ ડુંગરી રોડ પર રાત્રિના સમયે બાઇક પર પસાર થઈ રહેલા બે મજૂરો પર દીપડાએ હુમલો કર્યો.
Vivek Shah
Vivek Shah
Surat News માંડવીમાં દીપડાએ કર્યો હુમલો બાઈક સવાર પરSurat News માંડવીમાં દીપડાએ કર્યો હુમલો બાઈક સવાર પર

Surat News માંડવીમાં દીપડાએ કર્યો હુમલો બાઈક સવાર પર

Surat News : આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. રાહુલ પવાર અને વિજય પવાર નામના બંને મજૂરો શેરડી કાપવાનું કામ પૂર્ણ કરીને રાત્રિના સમયે બાઇક પર પરત ફરી રહ્યા હતા.

દરમિયાન મોરીઠા-તરસાડાખૂર્દ ડુંગરી રોડ પર અચાનક દીપડો સામે આવી ગયો હતો અને બંને પર હુમલો કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી મજૂરોમાં અફરાતફરી મચી ગઈ હતી. દીપડાના હુમલામાં બંનેને ઈજાઓ પહોંચી હતી.

રોડ પર પસાર થતા કર્યો હુમલો

ઘટનાની જાણ થતાં માંડવી સરપંચ એસોસિયેશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી મદદ માટે પહોંચ્યા હતા. તેમણે ઈજાગ્રસ્ત બંને મજૂરોને તાત્કાલિક સારવાર મળે તે માટે મદદ કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.

એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માંડવી સરકારી હોસ્પિટલમાં બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, વધુ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને બારડોલી ખસેડવામાં આવ્યા હતા. બંને મજૂરોની સ્થિતિ અને તેમની સારવાર અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

દીપડાના આ હુમલાની ઘટનાથી મોરીઠા, તરસાડાખૂર્દ અને આસપાસના પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે કામકાજ પૂર્ણ કરીને ઘરે પરત ફરતા મજૂરો અને ગ્રામજનોમાં ચિંતા વધી છે. શેરડીના ખેતરો અને આસપાસના નિર્જન રસ્તાઓ પરથી પસાર થતા લોકોમાં પણ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.

સ્થાનિક ગ્રામજનોને રાત્રિના સમયે નિર્જન રસ્તાઓ પર બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે. દીપડાની હાજરી અંગે સાવચેત રહેવા અને કોઈ વન્યપ્રાણી નજરે પડે તો તેની નજીક જવાને બદલે સંબંધિત તંત્રને જાણ કરવા પણ જરૂરી છે.

આ પણ વાંચો : Gujarat Police : ડ્રગ્સના દૂષણ સામે હર્ષ સંઘવીનો કડક સંદેશ, પોલીસ અધિકારીઓને આપી ખાસ સૂચના