Gujarat Police : ડ્રગ્સના દૂષણ સામે હર્ષ સંઘવીનો કડક સંદેશ, પોલીસ અધિકારીઓને આપી ખાસ સૂચના

Gujarat Police : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લાભ પાંચમના દિવસે જ એક્શન મોડમાં જોવા મળ્યા હતા.
Vivek Shah
Vivek Shah
Gujarat Police ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સંઘવીએ કરી બેઠકGujarat Police ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સંઘવીએ કરી બેઠક

Gujarat Police ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સંઘવીએ કરી બેઠક

Gujarat Police : ગાંધીનગર ખાતે તેમણે રાજ્યના સિનિયર પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ખાસ કરીને જાહેર સલામતી, નાગરિકોની સુરક્ષા અને રાજ્યમાં ડ્રગ્સના વેચાણ સામેની લડાઈ વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આઈપીએસ અધિકારીઓ બેઠકમાં રહ્યાં હાજર

બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્રને સક્રિય અને સતર્ક રહી કામગીરી કરવા તાકીદ કરી હતી. જાહેર સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે નવી વ્યૂહરચનાઓ ઘડવા અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે અને નાગરિકોને સલામતીનો અહેસાસ થાય તે માટે પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનાવવાના મુદ્દા પર ભાર મૂકાયો હતો.

આ બેઠકમાં ડ્રગ્સના દૂષણ સામેની લડાઈને વધુ તેજ બનાવવાનો મુદ્દો ખાસ ચર્ચામાં રહ્યો હતો. રાજ્યમાં ડ્રગ્સના વેચાણ અને તેના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા માટે નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ડ્રગ્સના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ તંત્રએ વધુ સક્રિયતા દાખવવી જોઈએ તેવો સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

પોલીસ તંત્રને સક્રિય કામગીરીની તાકીદ

બેઠકમાં રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને આઈબી વડા અશોક કુમાર યાદવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓ સાથે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ કામગીરીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ડ્રગ્સના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે જરૂરી પગલાં લેવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સતત સક્રિય રહેવા સૂચના આપી હતી. લાભ પાંચમના દિવસે યોજાયેલી આ બેઠકને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Arvalli News : મેઘરજમાં નશામાં ટ્રકચાલકનો આતંક, બાઈક અને બોલેરોને મારી ટક્કર, ટ્રકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી