Get News Alerts

Never miss breaking news updates.

Surat ની શ્યામ સંગીની માર્કેટમાં આગ નહીં, ષડયંત્ર! CCTVમાં કેદ થયો આગ લગાવતો શખ્સ

Surat ની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી ભીષણ આગને લઈને હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Sep 2026 12:24 PM IST
Surat ની શ્યામ સંગીની માર્કેટમાં આગ નહીં, ષડયંત્ર! CCTVમાં કેદ થયો આગ લગાવતો શખ્સSurat ની શ્યામ સંગીની માર્કેટમાં આગ નહીં, ષડયંત્ર! CCTVમાં કેદ થયો આગ લગાવતો શખ્સ

Surat

Surat : શરૂઆતમાં અકસ્માત હોવાનું મનાતી આ આગ પાછળ હવે ષડયંત્ર હોવાની આશંકા સામે આવી છે. પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, માર્કેટના છઠ્ઠા માળે અજાણ્યા શખ્સે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી હોવાનો મામલો સામે આવ્યો છે.

આ સમગ્ર ઘટનામાં CCTV ફૂટેજ મહત્વની કડી બની છે. ફૂટેજમાં મોઢા પર સફેદ રૂમાલ બાંધેલો એક અજાણ્યો શખ્સ છઠ્ઠા માળે પહોંચતો અને આગ લગાવતો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, શખ્સે મધરાતે આશરે 12:20 વાગ્યે આગ લગાવી હતી અને માત્ર ચાર મિનિટ બાદ એટલે કે 12:24 વાગ્યે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

શ્યામ સંગીની માર્કેટ અગ્નિકાંડમાં રહસ્ય ઉકેલાયું?

આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. માર્કેટમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હોવાનું સામે આવ્યું છે. આગના કારણે ફેલાયેલા ધુમાડા ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવા કરવામાં આવેલા પાણીના મારથી પણ વેપારીઓના માલને મોટું નુકસાન થયું હતું. આ ઘટનામાં ચાર મોટા વેપારીઓનો અંદાજે ₹24 કરોડથી વધુનો કાપડનો માલ ખાખ થઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, માર્કેટના છઠ્ઠા માળે આવેલી આશરે 17 જેટલી દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચર તેમજ વાયરિંગને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

CCTV ફૂટેજથી તપાસમાં મોટો વળાંક

ઘટનાને પગલે પોલીસ તપાસમાં લાગી ગઈ છે. ફરિયાદના આધારે સારોલી પોલીસે BNSની કલમ 326(G) અને 54 હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જણાવાયું છે. CCTV ફૂટેજના આધારે આગ લગાવનાર શખ્સની ઓળખ અને તેના સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હાલમાં આગ પાછળનું ચોક્કસ કારણ, આરોપીનો હેતુ અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. જોકે, જો પોલીસ તપાસમાં આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હોવાનું સાબિત થાય છે, તો આ સમગ્ર ઘટના સામાન્ય આગ નહીં પરંતુ મોટા પાયે થયેલા કથિત આગજનીના કાવતરાનો ગંભીર મામલો બની શકે છે.

આ પણ વાંચો : Dabhoi : કરનાળી કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, દર્શન માટે વહેલી સવારથી ભકતો લાઈનમાં ઉભા રહ્યાં

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.