Get News Alerts

Never miss breaking news updates.

Surat News : સુરત રેલવે સ્ટેશન પર ₹1.94 લાખનો ગાંજો ઝડપાયો, એક આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ

Surat News : સુરત રેલવે સ્ટેશન પરથી ગાંજાની હેરાફેરીનો પ્રયાસ કરતા એક આરોપીને રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી કિસ્મત ખીરા કેતકીને પ્લેટફોર્મ નંબર-1 પરથી ઝડપી પાડ્યો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 27 Sep 2026 09:40 AM IST
Surat News : સુરત રેલવે સ્ટેશન પર ₹1.94 લાખનો ગાંજો ઝડપાયો, એક આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂSurat News : સુરત રેલવે સ્ટેશન પર ₹1.94 લાખનો ગાંજો ઝડપાયો, એક આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ

Surat News

Surat News : ઝડપાયેલ આરોપી પાસેથી આશરે ₹1.94 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સુરત રેલવે પોલીસની ટીમ સ્ટેશન પર પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી હતી.

તે દરમિયાન એક શખ્સ પોલીસને જોઈને શંકાસ્પદ રીતે છુપાવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. પોલીસને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા તેની ઉપર નજર રાખવામાં આવી હતી.

પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયો આરોપી

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ ગાંજાની ગંધ આસપાસના લોકોને ન આવે તે માટે એર સ્પ્રેનો છંટકાવ કર્યો હતો. જોકે, આરોપીએ ગંધ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેની શંકાસ્પદ હિલચાલને કારણે રેલવે પોલીસની નજર તેના પર જળવાઈ રહી હતી.

પોલીસે પ્લેટફોર્મ નંબર-1 પર આરોપીને ઝડપી પાડી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થાની કિંમત આશરે ₹1.94 લાખ હોવાનું જણાવ્યું છે. આરોપી દ્વારા પોલીસથી બચવા માટે છુપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં રેલવે પોલીસની સતર્કતાને કારણે તે ઝડપાઈ ગયો હતો. ખાસ કરીને રેલવે સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસની સતત પેટ્રોલિંગ અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવાના કારણે આ કાર્યવાહી શક્ય બની હોવાનું સામે આવ્યું છે.

એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધાયો

આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આરોપી પાસે ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. રેલવે સ્ટેશન પરથી ગાંજાનો જથ્થો ઝડપાતા સુરત રેલવે પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી સામે ચાલી રહેલી કાર્યવાહી વધુ મહત્વપૂર્ણ બની છે.

પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર આવતા-જતા મુસાફરો અને શંકાસ્પદ સામાન પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં આરોપીની ધરપકડ કરી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. NDPS એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર કેસમાં ગાંજાના સ્ત્રોત અને તેના સંભવિત નેટવર્ક અંગે પોલીસની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : UP માં મુશળધાર વરસાદ બન્યો આફત, અનેક મકાન ધરાશાયી, 57 ના મોતથી મચ્યો ખળભળાટ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે