Get News Alerts

Never miss breaking news updates.

Surat : ટેક્સટાઈલ માર્કેટમાં ₹2.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, CCTV ફૂટેજ પણ સામે આવ્યા

Surat : સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ફોર વ્હીલ ગાડીમાંથી રોકડા રૂપિયા 2.50 લાખની ચોરીના કેસમાં સલાબતપુરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
Kunjan ShuklaUpdated on: 20 Sep 2026 02:22 PM IST
Surat : ટેક્સટાઈલ માર્કેટમાં ₹2.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, CCTV ફૂટેજ પણ સામે આવ્યાSurat : ટેક્સટાઈલ માર્કેટમાં ₹2.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, CCTV ફૂટેજ પણ સામે આવ્યા

Surat

Surat : સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ફોર વ્હીલ ગાડીમાંથી રોકડા રૂપિયા 2.50 લાખની ચોરીના કેસમાં સલાબતપુરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પ્રિન્સ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ મેંદપરાને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મળતી માહિતી મુજબ, મિલેનિયમ માર્કેટના પાર્કિંગમાં પાર્ક કરાયેલી એક ફોર વ્હીલ ગાડીમાંથી અજાણ્યા શખ્સે રોકડા રૂપિયા 2.50 લાખની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં વાહન માલિક દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ હતી. CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા

પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ સ્થળોના 100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ તપાસના આધારે પોલીસને આરોપી અંગે મહત્વની કડીઓ મળી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી પ્રિન્સ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ મેંદપરાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી

પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વની બાબત સામે આવી છે. ચોરીના દિવસે જ આરોપીએ અન્ય એક ટેક્સટાઈલ માર્કેટના પાર્કિંગમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ પ્રયાસમાં આરોપી સફળ થયો નહોતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સલાબતપુરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેતા ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં વાહન પાર્કિંગની સુરક્ષાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Dahod : ફતેપુરા સહકારી મંડળી પર જિલ્લા રજિસ્ટ્રારની કાર્યવાહી, ચેરમેન સહિતનું બોર્ડ હટાવાયું

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.