Surat Limbayat Police Firing : સુરતમાં લૂંટના આરોપી પર લીંબાયત પોલીસનું ફાયરિંગ, ઘટનામાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો


Surat Limbayat Police Firing લીંબાયત પોલીસનું લૂંટના આરોપી પર ફાયરિંગ
Surat Limbayat Police Firing : સુરતમાં લૂંટના આરોપી પર લીંબાયત પોલીસનું ફાયરિંગ, ઘટનામાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો


Surat Limbayat Police Firing લીંબાયત પોલીસનું લૂંટના આરોપી પર ફાયરિંગ
Surat Limbayat Police Firing : આ ઘટનામાં લૂંટનો આરોપી પરવેઝ મુશરફ અન્સારીના ડાબા પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. હાલ આરોપીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
લીંબાયત પોલીસ સ્ટેશનની ઝોન-2 ટીમ આજે વહેલી સવારે આશરે 3 વાગ્યાના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. પોલીસની ટીમે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
આરોપીને સારવાર હેઠળ ખસેડાયો
ચપ્પુના હુમલામાં હેડ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં પોલીસ ટીમે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. લીંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણે આરોપીને ચપ્પુ ફેંકી દેવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જોકે, આરોપી ફરી પોલીસ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવા ધસી આવતાં પોલીસ ઇન્સ્પેક્ટરે સ્વબચાવમાં આરોપીના ડાબા પગમાં ગોળી મારી હતી. ગોળી વાગતાં આરોપી સ્થળ પર જ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પોલીસને બાતમી મળતા પહોંચી હતી તેની ધરપકડ કરવા
પોલીસ તપાસમાં આરોપી પરવેઝ મુશરફ અન્સારી અને તેના સાગરીત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુએ ગઈકાલે વહેલી સવારે વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારોમાં લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની માહિતી સામે આવી છે. આરોપીએ આ લૂંટની ઘટનાઓમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આરોપી પાસેથી લૂંટના કેટલાક મોબાઈલ ફોન પણ મળી આવ્યા હોવાની માહિતી છે.
પોલીસ હવે લૂંટની અન્ય ઘટનાઓ, આરોપીના સાગરીત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુની સંડોવણી તેમજ અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ કરી રહી છે. આ ઘટનામાં પોલીસકર્મી પર હુમલો અને આરોપી પર થયેલા ફાયરિંગને પગલે સુરતના લીંબાયત વિસ્તારમાં ચર્ચા જાગી છે. હાલ આરોપીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને પોલીસ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી રહી છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ




