Ahmedabad Police : અમદાવાદના નરોડામાં યુવકની ધોકા-લાકડીઓ મારી કરાઈ હત્યા, 3થી 4 શખ્સે કર્યો હુમલો


Ahmedabad Police નરોડા હત્યા યુવક
Ahmedabad Police : અમદાવાદના નરોડામાં યુવકની ધોકા-લાકડીઓ મારી કરાઈ હત્યા, 3થી 4 શખ્સે કર્યો હુમલો


Ahmedabad Police નરોડા હત્યા યુવક
Ahmedabad Police : આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ જતીન સોલંકી હોવાનું સામે આવ્યું છે. તે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સુમતિનાથ સોસાયટીમાં રહેતો હતો. જતીન પર 3થી 4 શખ્સોએ એકસાથે લાકડીઓ અને ધોકા વડે હુમલો કર્યો હતો.
હુમલામાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને અંતે તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતક જતીન સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો, જેથી મોતનું ચોક્કસ કારણ અને ઇજાઓ અંગેની તબીબી વિગતો જાણી શકાય.
લાકડીઓ અને ધોકા વડે યુવકને માર માર્યો
આ ઘટનાને પગલે પોલીસ દ્વારા હત્યાનો ભોગ બનેલા યુવકની ઓળખ સહિત સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલામાં 3થી 4 લોકો સામેલ હોવાની વિગતો સામે આવી છે. જોકે, હુમલાખોરો કોણ હતા અને યુવક પર હુમલો કરવા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી.
નરોડા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસની ટીમો સંભવિત સ્થળોએ તપાસ કરી રહી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઘટનાની પાછળ કોઈ જૂની અદાવત, અંગત વિવાદ કે અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.
આંબેડકરનગર પાસે યુવકની હત્યાથી ચકચાર
કર્મવીર હાઉસિંગ અને આંબેડકરનગર નજીક બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. જાહેર વિસ્તારમાં યુવક પર આ રીતે લાકડીઓ અને ધોકા વડે હુમલો કરીને હત્યા કરવામાં આવતાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. હાલ પોલીસની પ્રાથમિકતા આરોપીઓને ઝડપી પાડવાની અને હત્યા પાછળનું કારણ જાણવા માટેની છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





