Surat Police : સુરતમાં મધરાતે 'પતિ પત્ની ઔર વો'નો હાઈવોલ્ટેજ ડ્રામા, પ્રેમિકા સાથે પતિ ઝડપાતાં પત્નીએ રસ્તા વચ્ચે ચંપલથી ફટકાર્યો


Surat Police પતિ-પત્ની ઔર વો નો કિસ્સો
Surat Police : સુરતમાં મધરાતે 'પતિ પત્ની ઔર વો'નો હાઈવોલ્ટેજ ડ્રામા, પ્રેમિકા સાથે પતિ ઝડપાતાં પત્નીએ રસ્તા વચ્ચે ચંપલથી ફટકાર્યો


Surat Police પતિ-પત્ની ઔર વો નો કિસ્સો
Surat Police : કતારગામ GIDC ચાર રસ્તા પર મધરાતે અંદાજે 3 વાગ્યાના સુમારે પતિને એક યુવતી સાથે જોતા પત્નીએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન રસ્તા વચ્ચે મારામારી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક હીરા પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા વ્યક્તિને તેની જ ઓફિસમાં ડેટા ઓપરેટર તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પતિના અન્ય યુવતી સાથે સંબંધ હોવાની શંકાને પગલે પત્નીએ તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. આરોપ છે કે મધરાતે પત્ની પોતાની સાસુ અને ભાભી સાથે કારમાં પતિનો પીછો કરી રહી હતી. કતારગામ GIDC ચાર રસ્તા પાસે પતિ અને યુવતી બાઇક પર જતાં જોવા મળતાં મહિલાઓએ તેમની બાઇક આંતરી હતી. ત્યારબાદ બંનેને રંગેહાથ ઝડપી પાડ્યાનો દાવો કરી પત્નીએ રસ્તા વચ્ચે હોબાળો શરૂ કર્યો હતો.
પીછો કરીને પતિ અને યુવતીને બાઇક પર અટકાવ્યાં
આ દરમિયાન પત્નીએ પતિને ચંપલ અને દંડાથી માર માર્યો હોવાનો આક્ષેપ છે. જ્યારે સાથે રહેલી યુવતીના વાળ પકડીને તેને પણ માર મારવામાં આવ્યો હતો. જાહેર રસ્તા પર અચાનક સર્જાયેલા આ ઘટનાક્રમને પગલે આસપાસના લોકો એકઠા થયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર યુવતીએ પત્ની સહિત ત્રણ મહિલાઓ સામે નોન-કોગ્નિઝેબલ (NC) ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
પત્ની સહિત ત્રણ મહિલાઓ સામે NC ફરિયાદ નોંધાવી
હાલ આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ પતિના કથિત પ્રેમસંબંધને લઈને વિવાદ ઊભો થયો છે, તો બીજી તરફ જાહેરમાં યુવતી સાથે મારામારી અને તેના પગલે નોંધાયેલી ફરિયાદને કારણે પોલીસની કાર્યવાહી પણ મહત્ત્વપૂર્ણ બની છે.
જોકે, આ ઘટનામાં સામેલ તમામ પક્ષોની વાત અને પોલીસ તપાસના આધારે જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ કોઈપણ પક્ષના આક્ષેપોને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અંતિમ સત્ય માનવું યોગ્ય નથી.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





