Get News Alerts

Never miss breaking news updates.

Surat: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ચપ્પુના ઘા મારી હત્યા

Surat: સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 01 Sep 2026 11:06 AM IST
Surat: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ચપ્પુના ઘા મારી હત્યાSurat: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ચપ્પુના ઘા મારી હત્યા

Surat

Surat: સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બિલ્ડરને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ચપ્પુના ઘા મારી હુમલો

મળતી માહિતી મુજબ, ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર ફૈઝલ ફટ્ટા પર આરોપીઓએ ચપ્પુના ઘા માર્યા હતા. હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

સારવાર મળે તે પહેલાં જ મોત

હુમલામાં બિલ્ડર લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

ચોક બજાર પોલીસ ઘટનાસ્થળે

હત્યાની ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારની તપાસ હાથ ધરી છે અને ઘટનાને લઈને વધુ વિગતો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ

હત્યાની ઘટનાને પગલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હુમલાનું ચોક્કસ કારણ શું હતું અને હત્યા પાછળ કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat: ઉત્રાણ પોલીસે ઘરમાંથી ₹1.40 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.