Ahmedabad Police ની મોટી ડ્રાઈવ, સેક્ટર 2 વિસ્તારના 22 પોલીસ સ્ટેશન મળીને 263 જેટલા હથિયાર કબજે કરવામાં આવ્યા



Ahmedabad Police
Ahmedabad Police ની મોટી ડ્રાઈવ, સેક્ટર 2 વિસ્તારના 22 પોલીસ સ્ટેશન મળીને 263 જેટલા હથિયાર કબજે કરવામાં આવ્યા



Ahmedabad Police
Ahmedabad Police : શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને તેમજ ગુનાખોરી પર અંકુશ આવે તે માટે પોલીસ દ્વારા હથિયારો સામે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા સેક્ટર-2 વિસ્તારમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘સમર્પણથી સુરક્ષા’ અભિયાન હેઠળ શહેરના એવા વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જ્યાં અગાઉ ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
ગુનાખોરી અટકાવવા પોલીસનો માસ્ટર પ્લાન
પોલીસ દ્વારા સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી હતી કે, જો કોઈ વ્યક્તિ પાસે કોઈપણ પ્રકારનું ધારદાર કે તીક્ષ્ણ હથિયાર હોય તો તે હથિયાર પોલીસને સોંપી દે. પોલીસના જણાવ્યા મુજબ આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો તેમજ હથિયારોના ગેરકાયદેસર ઉપયોગને અટકાવવાનો છે.
આ ખાસ ડ્રાઈવ અંતર્ગત સેક્ટર-2 વિસ્તારમાં આવતા કુલ 22 પોલીસ સ્ટેશનો દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અંદાજે 263 જેટલા ધારદાર હથિયારો કબજે કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં હથિયાર વિરુદ્ધ પોલીસનું અભિયાન
અમદાવાદ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને એવા વિસ્તારોમાં પોલીસની હાજરી અને પેટ્રોલિંગ વધારવામાં આવી રહ્યું છે, જ્યાં ગુનાખોરીની શક્યતા વધુ રહે છે. પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે ન રાખે અને જો કોઈ વ્યક્તિ પાસે હથિયાર હોય તો તેને પોલીસને સોંપીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.
‘સમર્પણથી સુરક્ષા’ અભિયાન દ્વારા અમદાવાદ પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે સુરક્ષિત શહેર માટે પોલીસની સાથે નાગરિકોની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે. શહેરમાં ગુનાખોરીને નિયંત્રણમાં લેવા અને જાહેર સુરક્ષા વધારવા માટે પોલીસ દ્વારા આવા અભિયાનોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



