Get News Alerts

Never miss breaking news updates.

Surat Breaking: અઠવાગેટ વિસ્તારમાં 85 વર્ષીય વૃદ્ધાની હત્યા! માથામાં અસ્ત્રથી ઘા મારી વાયરથી ટૂંપો આપ્યો હોવાની આશંકા

Surat Breaking: સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી મોનાલિશા એપાર્ટમેન્ટમાં 85 વર્ષીય વૃદ્ધાની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 15 Sep 2026 05:09 PM IST
Surat Breaking: અઠવાગેટ વિસ્તારમાં 85 વર્ષીય વૃદ્ધાની હત્યા! માથામાં અસ્ત્રથી ઘા મારી વાયરથી ટૂંપો આપ્યો હોવાની આશંકાSurat Breaking: અઠવાગેટ વિસ્તારમાં 85 વર્ષીય વૃદ્ધાની હત્યા! માથામાં અસ્ત્રથી ઘા મારી વાયરથી ટૂંપો આપ્યો હોવાની આશંકા

Surat Breaking

Surat Breaking: સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી મોનાલિશા એપાર્ટમેન્ટમાં 85 વર્ષીય વૃદ્ધાની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ, એકલા રહેતા વૃદ્ધા આમીના મોતીવાલાની કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

માથામાં અસ્ત્રથી ઘા, વાયરથી ટૂંપો આપ્યાની આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર, વૃદ્ધાના માથાના ભાગે અસ્ત્ર વડે ઘા મારવામાં આવ્યા હતા. ત્યારબાદ વાયરનો ઉપયોગ કરીને ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યાની ચોક્કસ રીત અને ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ તથા પોસ્ટમોર્ટમ બાદ વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

મોનાલિશા એપાર્ટમેન્ટમાં એકલા રહેતા હતા વૃદ્ધા

મૃતક આમીના મોતીવાલા મોનાલિશા એપાર્ટમેન્ટમાં એકલા રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. એકલા રહેતા વૃદ્ધાની હત્યાની ઘટના સામે આવતા આસપાસના રહિશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દાગીના સલામત મળતા લૂંટનો ઇરાદો કે નહીં તે અંગે સવાલ

ખાસ વાત એ છે કે મૃતક વૃદ્ધાના શરીર પર રહેલા દાગીના સહીસલામત હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પ્રાથમિક તબક્કે હત્યા પાછળ લૂંટનો ઇરાદો હતો કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થયા છે. પોલીસ તમામ સંભવિત એંગલથી તપાસ કરી રહી છે.

જાણભેદુએ હત્યા કરી હોવાની આશંકા

વૃદ્ધા એકલા રહેતા હોવાની જાણકારી ધરાવતા કોઈ જાણભેદુ વ્યક્તિએ ઘટનાને અંજામ આપ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.

પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસની ટીમ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની સાથે આસપાસના લોકોની પૂછપરછ અને અન્ય ટેક્નિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. હત્યારા સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

નોંધ: હત્યાનું ચોક્કસ કારણ, આરોપી અંગેની વિગતો અને ઘટનાનો સંપૂર્ણ ઘટનાક્રમ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Ambaji Bhadarvi Poonam Mela: 40 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદ તૈયાર થશે! 3.25 લાખ કિલો પ્રસાદ બનાવવા આજથી શરૂ થઈ કામગીરી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.