Ahmedabad ની વટવા પોલીસે 20 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સની કરી ધરપકડ, ઓડિશાના ભુવનેશ્વરથી થતો હતો ગાંજાનો વેપાર



Ahmedabad Vatva Police
Ahmedabad ની વટવા પોલીસે 20 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સની કરી ધરપકડ, ઓડિશાના ભુવનેશ્વરથી થતો હતો ગાંજાનો વેપાર



Ahmedabad Vatva Police
Ahmedabad : પોલીસની કાર્યવાહીમાં 20 કિલો 220 ગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજાનો કોમર્શિયલ જથ્થો ઝડપાયો છે. પોલીસ મુજબ, કબજે કરાયેલા ગાંજાની કુલ કિંમત આશરે રૂ.10.11 લાખ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના હેઠળ શહેરમાં અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે નાર્કોટિક્સ ડ્રગ્સ લાવીને તેનું વેચાણ કરતા લોકો પર પોલીસ નજર રાખી રહી છે.
આ કામગીરીના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ અને નાર્કોટિક્સ સ્કોડની ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને વોચ રાખી રહી હતી.
ઓડિશાથી રાજકોટ થઈ અમદાવાદ સુધી ગાંજાનું નેટવર્ક?
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ સુટકેસમાં માદક પદાર્થનો જથ્થો લઈને વટવા રિંગરોડ વિસ્તારમાં રોપડા બ્રિજ પાસેથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારબાદ શંકાસ્પદ રીતે પસાર થતા 36 વર્ષીય નાઝીમઅહમદ અબ્બાસ શાહ, રહે. ધુળે, મહારાષ્ટ્રને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના કબજામાં રહેલી આછા ગુલાબી અને કોફી રંગની સુટકેસની તપાસ કરતા તેમાં ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
તપાસમાં કુલ 20 કિલો 220 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે તેને કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપી પાસેથી વિવિધ બેંકોના ડેબિટ કાર્ડ, એક ઓળખકાર્ડ, રોકડા રૂ.6,900 અને મોબાઇલ ફોન સહિતનો અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
₹10.11 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
પોલીસની પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ભુવનેશ્વર વિસ્તારથી મોકલવામાં આવ્યો હોવાની અને રાજકોટના એક વ્યક્તિ દ્વારા જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ સમગ્ર કડી અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં NDPS Actની કલમ 8(C), 20(B)(2)(C) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને ગાંજાના સપ્લાય, પરિવહન તથા પાછળ રહેલા અન્ય સંભવિત આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર કેસમાં વધુ આરોપીઓ અને સપ્લાય ચેઇન અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





