Surat News: રેલવે સ્ટેશન પર ભીડનો લાભ લઈ દાગીના ચોરનાર મહિલા દાહોદથી ઝડપાઈ, રૂપિયા 9.47 લાખની સોનાની લગડી રિકવર

Surat News: સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડનો લાભ લઈ દાગીના ચોરી કરતી મહિલા આરોપીને સુરત રેલવે પોલીસે દાહોદથી ઝડપી પાડી છે.
Kunjan Shukal
Kunjan Shukal
દાગીના ચોરનાર મહિલા દાહોદથી ઝડપાઈદાગીના ચોરનાર મહિલા દાહોદથી ઝડપાઈ

દાગીના ચોરનાર મહિલા દાહોદથી ઝડપાઈ

Surat News: સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડનો લાભ લઈ દાગીના ચોરી કરતી મહિલા આરોપીને સુરત રેલવે પોલીસે દાહોદથી ઝડપી પાડી છે. ચોરી કરેલા દાગીનાને ઓગાળીને સોનાની લગડી બનાવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મહિલા આરોપી સાથે ચોરીના દાગીના ખરીદનાર સોનીની પણ ધરપકડ કરી છે.

ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ટ્રેનમાં ચડતી વખતે એક મહિલા મુસાફરના દાગીના ચોરી થયા હતા. આ બનાવ બાદ ભોગ બનનાર મહિલાએ સુરત રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે ચોરી કરનાર મહિલા સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલા આરોપી દાહોદની હોવાનું સામે આવતા સુરત રેલવે પોલીસની ટીમે દાહોદમાં કાર્યવાહી કરી ગીતા લબાનાને ઝડપી પાડી હતી.

82.250 ગ્રામ વજનની સોનાની લગડી રિકવર કરવામાં આવી

પકડાયેલી મહિલા આરોપીએ ચોરી કરેલા દાગીનાને ઓગાળીને 82.250 ગ્રામ વજનની સોનાની લગડી બનાવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ સોનાની લગડી દાહોદના સોની પ્રદીપભાઈ પંચાલને વેચવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે ત્યારબાદ સોની પ્રદીપભાઈ પંચાલની પણ ધરપકડ કરી હતી. આરોપી મહિલા પાસેથી અંદાજિત રૂપિયા 9,47,000 કિંમતની 82.250 ગ્રામ વજનની સોનાની લગડી રિકવર કરવામાં આવી છે. સુરત રેલવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડમાં ચોરી કરતી ગેંગ અને આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Surat Dumper Accident: શહેરમાં બેફામ ડમ્પરની ટક્કરે સાયકલ સવાર વિદ્યાર્થીનું મોત, ઉધના સાઉથ ઝોન પાસે ગમખ્વાર અકસ્માત