Surat Railway Police : સુરતમાં પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી ₹8.55 લાખનો ગાંજો મળી આવ્યો, રેલવે પોલીસે તપાસ કરી શરૂ

Surat Railway Police : સુરત રેલવે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી અંદાજે ₹8.55 લાખથી વધુની કિંમતનો બિનવારસી ગાંજો મળી આવતાં રેલવે પોલીસ તંત્રમાં દોડધામ મચી.
Vivek Shah
Vivek Shah
Surat Railway Police ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યોSurat Railway Police ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો

Surat Railway Police ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો

Surat Railway Police : ટ્રેનના રિઝર્વેશન કોચ નંબર B6માં સીટ નંબર 57 પાસે આ માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરીને અજાણ્યા યુવક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત રેલવે પોલીસની ટીમ ટ્રેનોમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પુરીથી અમદાવાદ તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચ નંબર B6માં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સીટ નંબર 57ની નજીક શંકાસ્પદ હાલતમાં બિનવારસી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં તે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું.

B6 કોચમાંથી બિનવારસી ગાંજો મળી આવ્યો

પોલીસે જથ્થાનું વજન કરતાં કુલ 17.115 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાની અંદાજિત બજાર કિંમત ₹8.55 લાખથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. ટ્રેનના રિઝર્વેશન કોચમાં આટલી મોટી માત્રામાં ગાંજો મળી આવતાં સુરત રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ જથ્થો ટ્રેનમાં કોણે મૂક્યો હતો, તેની હેરફેર કોણ કરી રહ્યું હતું અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સંડોવાયેલું છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

₹8.55 લાખનો ગાંજો ઝડપાયો

આ મામલે સુરત રેલવે પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ગાંજાનો જથ્થો કબજે કર્યા બાદ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. ટ્રેનમાં માદક પદાર્થનો જથ્થો કઈ રીતે પહોંચ્યો અને તેને ક્યાં લઈ જવામાં આવવાનો હતો તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

રેલવે પોલીસના પેટ્રોલિંગ દરમિયાન આટલી મોટી માત્રામાં ગાંજો મળી આવતાં ટ્રેન મારફતે માદક પદાર્થોની હેરફેર સામે સવાલો ઊભા થયા છે. જોકે, ગાંજાનો જથ્થો કોનો હતો અને આ કેસમાં કોણ સંડોવાયેલું છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Surat News : સુરતના માંડવીમાં દીપડાનો આતંક, બાઇક પર પરત ફરી રહેલા બે મજૂરો પર હુમલો કરતા થયા ઈજાગ્રસ્ત