Surat Drug Crackdown: સુરત જિલ્લામાં ડ્રગ્સ પેડલરો સામે પોલીસની મેગા સ્ટ્રાઈક, એક જ દિવસમાં 10 ગુનાઓ શોધી 10 આરોપીઓ ઝડપાયા


સુરત જિલ્લામાં ડ્રગ્સ પેડલરો સામે પોલીસની મેગા સ્ટ્રાઈક
Surat Drug Crackdown: સુરત જિલ્લામાં ડ્રગ્સ પેડલરો સામે પોલીસની મેગા સ્ટ્રાઈક, એક જ દિવસમાં 10 ગુનાઓ શોધી 10 આરોપીઓ ઝડપાયા


સુરત જિલ્લામાં ડ્રગ્સ પેડલરો સામે પોલીસની મેગા સ્ટ્રાઈક
Surat Drug Crackdown: સુરત જિલ્લામાં ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસ દ્વારા મેગા સ્ટ્રાઈક હાથ ધરવામાં આવી છે. એક જ દિવસમાં NDPS એક્ટ હેઠળ 10 અલગ-અલગ ગુનાઓ શોધી કાઢી 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત જિલ્લા પોલીસની આ વિશેષ કાર્યવાહીથી ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્ક સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
વિવિધ પોલીસ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી
ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી પર અંકુશ લાવવા માટે સુરત જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત LCB, SOG, ANW સહિતની વિવિધ પોલીસ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ, દરોડા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી હતી.
ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા પેડલરોમાં ફફડાટ
પોલીસની આ કાર્યવાહી સુરત જિલ્લાના કોસંબાથી લઈને કડોદરા GIDC સહિતના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ પોલીસ મથકોની ટીમોએ સંકલિત રીતે કામગીરી કરીને ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સાથે સંકળાયેલા પેડલરોને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી #IStandStrongAgainstDrugs અભિયાન હેઠળ કરવામાં આવી રહી છે. યુવાનોને નશાના દુષણથી બચાવવા અને ડ્રગ્સના નેટવર્કને મૂળમાંથી નાબૂદ કરવાના હેતુથી પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એક જ દિવસમાં 10 NDPS ગુનાઓનો ભેદ ઉકેલી 10 આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી સુરત જિલ્લા પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસની આ સતત કાર્યવાહીથી ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા પેડલરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.




