Surat House Theft: નાનાવરાછામાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી


નાનાવરાછામાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
Surat House Theft: નાનાવરાછામાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી


નાનાવરાછામાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
Surat House Theft: સુરત શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે નાનાવરાછા વિસ્તારમાં બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. દિવાળી વેકેશન દરમિયાન પરિવાર વતન ગયો હોવાથી બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. સમગ્ર ઘટનામાં બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
બંનેએ હેલ્મેટ પહેરવાની સાથે ચહેરો પણ ઢાંકી રાખ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના નાનાવરાછા વિસ્તારમાં આવેલા સ્નેહમિલન બંગ્લોઝમાં રહેતા ઘરમાલિક દિવાળી વેકેશન માણવા પોતાના વતન ગયા હતા. આ દરમિયાન મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બે ઈસમો બાઈક પર સવાર થઈને આવ્યા હતા. બંનેએ હેલ્મેટ પહેરવાની સાથે ચહેરો પણ ઢાંકી રાખ્યો હતો, જેથી તેમની ઓળખ છુપાવી શકાય. ત્યારબાદ તસ્કરોએ બંધ મકાનના દરવાજાને તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.
સોના-ચાંદીના ઘરેણા સહિત કિંમતી સામાનની ચોરી કરી
મકાનમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ ઘરમાં તપાસ કરી રોકડ રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણા સહિત કિંમતી સામાનની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ બંને ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘરમાલિક પરત આવ્યા બાદ મકાનમાં ચોરી થયાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ દ્વારા ચોરીના બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત મકાન અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. ફૂટેજમાં બે શંકાસ્પદ ઈસમો બાઈક પર હેલ્મેટ અને ચહેરો ઢાંકીને આવતા-જતા જોવા મળ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ કરી રહી છે.




