Surat News: ખાડી પહોળી કરવાનું મહાઅભિયાન શરૂ, અલથાણ-ભીમરાડ વિસ્તારમાં ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ

Surat News: સુરત શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા અલથાણ-ભીમરાડ વિસ્તારમાં ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
ખાડી પહોળી કરવાનું મહાઅભિયાન શરૂખાડી પહોળી કરવાનું મહાઅભિયાન શરૂ

ખાડી પહોળી કરવાનું મહાઅભિયાન શરૂ

Surat News: સુરત શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા અલથાણ-ભીમરાડ વિસ્તારમાં ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 6 કિલોમીટરના પટ્ટામાં ચાલી રહેલી આ કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. જોકે, સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રોજેક્ટની ગતિ ધીમી પડી રહી હોવાની સ્થિતિ સામે આવી છે.

30 જેટલા હેવી મશીનોનો ઉપયોગ

સિંચાઈ વિભાગ દ્વારા ખાડી પહોળી કરવાની કામગીરી માટે 30 જેટલા હેવી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માત્ર 45થી 50 દિવસના સમયગાળામાં અંદાજે 2.45 લાખ ઘન મીટર માટી ખાડીમાંથી બહાર કાઢવામાં આવી છે. જોકે, બહાર કાઢવામાં આવેલી માટીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી ખાડીના કિનારે માટીના વિશાળ ઢગલા જોવા મળી રહ્યા છે.

ખાડીમાં ભરતી દરમિયાન પાણીનું સ્તર વધે તો કિનારે પડેલી માટી ફરી ખાડીમાં ધસી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. માટીના યોગ્ય નિકાલ માટે સિંચાઈ વિભાગ દ્વારા ખાણ-ખનિજ વિભાગને બે વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં માટીના નિકાલ અંગે યોગ્ય ઉકેલ આવ્યો નથી.

GETCOના 66 KVના 22 હાઈટેન્શન ટાવરો પણ નડતરરૂપ

આ ઉપરાંત ખાડી વિસ્તરણની કામગીરીમાં GETCOના 66 KVના 22 હાઈટેન્શન ટાવરો પણ નડતરરૂપ બની રહ્યા છે. આ ટાવરોને કારણે કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. દર 15 દિવસે અમાસ અને પૂનમના સમયે આવતી ભરતી-ઓટ પણ કામગીરીની ગતિને અસર કરી રહી છે. સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવે ખાડી વિસ્તૃતિકરણનું મહાઅભિયાન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. સમયસર સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અટવાઈ પડવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Kandla SEZ fire : કચ્છના કંડલા SEZમાં ઈશા ઇમ્પેક્સ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી