Surat News: મહિધરપુરા પોલીસની સક્રિય કામગીરી, NDPS ગુનામાં વોન્ટેડ 3 ડ્રગ્સ પેડલર ઝડપાયા


સુરત: મહિધરપુરા પોલીસની સક્રિય કામગીરી
Surat News: મહિધરપુરા પોલીસની સક્રિય કામગીરી, NDPS ગુનામાં વોન્ટેડ 3 ડ્રગ્સ પેડલર ઝડપાયા


સુરત: મહિધરપુરા પોલીસની સક્રિય કામગીરી
Surat News: સુરત શહેરમાં ડ્રગ્સના નેટવર્ક સામે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. મહિધરપુરા પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી અગાઉના NDPS ગુનામાં વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.
ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
મળતી માહિતી મુજબ, મહિધરપુરા પોલીસ દ્વારા અગાઉ નોંધાયેલા NDPS ગુનામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે ટેકનિકલ માહિતી અને બાતમીદારો પાસેથી મળેલી વિગતોના આધારે અલગ-અલગ સ્થળોએ તપાસ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સોહેલ શેખ, અલ્તમસ શેખ અને અલ્ફાઝ ગુંદાતલીયાનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ અગાઉના NDPS કેસમાં વોન્ટેડ હતા અને પોલીસ તેમની શોધમાં હતી.
ડ્રગ્સ નેટવર્ક સામે પોલીસની પકડ મજબૂત
મહિધરપુરા પોલીસની ટીમે આરોપીઓના લોકેશન અને અન્ય માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. સુરત શહેરમાં ડ્રગ્સના વેચાણ અને નશાના કારોબારને અટકાવવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીથી ડ્રગ્સ નેટવર્ક સામે પોલીસની પકડ મજબૂત બની રહી છે.
ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.




