Gujarat Cleanliness Survey: સ્વચ્છતા સર્વેક્ષણ મુદ્દે કોંગ્રેસ પર ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલના પ્રહાર


bjp spokesperson anil patel reaction
Gujarat Cleanliness Survey: સ્વચ્છતા સર્વેક્ષણ મુદ્દે કોંગ્રેસ પર ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલના પ્રહાર


bjp spokesperson anil patel reaction
Gujarat Cleanliness Survey: સ્વચ્છતા સર્વેક્ષણના મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો સામે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ડૉ. અનિલ પટેલે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસની ટીકા કરતાં જણાવ્યું હતું કે, હંમેશા વાંધા લેવા અને વિરોધ કરવો એ કોંગ્રેસની માનસિકતા બની ચૂકી છે. રાહુલ ગાંધીની બીમારી કોંગ્રેસના નેતાઓના મગજમાં ઘૂસી ગઈ હોવાની ટિપ્પણી કરીને તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
સ્વચ્છતા સર્વેક્ષણ માત્ર દેખાવ પૂરતું નથી
ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ સ્વચ્છતા સર્વેક્ષણ કેવી રીતે થાય છે અને તેના માટે કયા નિયમો નક્કી કરવામાં આવ્યા છે તે સમજવાની જરૂર છે. સ્વચ્છતા સર્વેક્ષણ માત્ર દેખાવ પૂરતું નથી, પરંતુ અનેક મહત્વપૂર્ણ માપદંડોના આધારે કરવામાં આવે છે. જેમાં સેફ્ટી ટેન્ક, સુએજ વ્યવસ્થા, ડોર ટુ ડોર કચરા કલેક્શન, કચરાનું સેગ્રીગેશન, વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા અંગે લોકોમાં રહેલી જાગૃતિ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
દેશની વિવિધ અર્બન લોકલ બોડીઝ આ સર્વેક્ષણમાં ભાગ લે છે
આ ઉપરાંત સફાઈ કર્મચારીઓની વેલનેસ અને તેમની સુવિધાઓને પણ સર્વેક્ષણ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવે છે. દેશની વિવિધ અર્બન લોકલ બોડીઝ આ સર્વેક્ષણમાં ભાગ લે છે. અલગ-અલગ વસ્તી ધરાવતાં શહેરો અને શહેરી સંસ્થાઓ માટે વિવિધ માપદંડો નક્કી કરવામાં આવે છે. આ તમામ પાસાઓના મૂલ્યાંકન બાદ શહેરોને રેન્કિંગ આપવામાં આવે છે.
કોંગ્રેસ પર વધુ પ્રહાર કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસના મગજમાં જે કચરો છે તે કાઢવાની જરૂર છે. ભૂતકાળમાં ઈન્દોરને પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર મળ્યો હતો. તેથી બિનજરૂરી રીતે લોકોને ઉશ્કેરવાનું કોંગ્રેસે બંધ કરવું જોઈએ. આમ, સ્વચ્છતા સર્વેક્ષણને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. ડૉ. અનિલ પટેલની આ પ્રતિક્રિયાએ સ્વચ્છતા સર્વેક્ષણના મુદ્દે રાજકીય ચર્ચાને વધુ વેગ આપ્યો છે.




