Surat Cyber Crime : સુરતમાં સાયબર ઠગાઈના ચાર બનાવમાં લાખોની છેતરપિંડી, ઇન્સ્ટાગ્રામથી APK ફાઇલ મોકલી ઠગાઈ કરી

Surat Cyber Crime : સુરત શહેરમાં સાયબર ઠગાઈના અલગ-અલગ ચાર બનાવો સામે આવ્યા છે, જેમાં ભોગ બનનારોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે.
Vivek Shah
Vivek Shah
Surat Cyber Crime સુરતમાં સાયબર ઠગાઈના ચાર બનાવો બન્યાSurat Cyber Crime સુરતમાં સાયબર ઠગાઈના ચાર બનાવો બન્યા

Surat Cyber Crime સુરતમાં સાયબર ઠગાઈના ચાર બનાવો બન્યા

Surat Cyber Crime : ઇન્સ્ટાગ્રામ પર રોકાણની લાલચ, APK ફાઇલ ડાઉનલોડ કરાવવી, ક્રેડિટ કાર્ડમાંથી નાણાં ઉપાડવા અને વેપારીના બેંક ખાતામાંથી રકમ ઉપાડી લેવાના બનાવો નોંધાયા છે. સમગ્ર મામલે ભોગ બનનારોએ સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાયબર ઠગાઈના પ્રથમ બનાવમાં અડાજણ વિસ્તારમાં રહેતા એક યુવકને ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને વધુ નફો મેળવવાની લાલચ થઈ હતી. ઓનલાઈન રોકાણ મારફતે વધુ કમાણી કરવાની આશામાં યુવકે ઠગોના સંપર્કમાં આવી નાણાંનું રોકાણ કર્યું હતું. જોકે, અંતે યુવકને ₹14.48 લાખનું નુકસાન થયું હતું. રોકાણના નામે છેતરપિંડી થયાની જાણ થતાં યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો.

APK ફાઇલ મારફતે સાયબર ઠગાઈ કરવામાં આવી

બીજા બનાવમાં સીટી લાઈટ વિસ્તારમાં રહેતા યુવક સાથે APK ફાઇલ મારફતે સાયબર ઠગાઈ કરવામાં આવી હતી. યુવકે મોબાઈલમાં APK ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ તેના બેંક ખાતામાંથી ₹5.38 લાખ ઉપડી ગયા હતા.

અજાણી ફાઇલ ડાઉનલોડ કરવાથી મોબાઈલની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે અને બેંકિંગ માહિતીનો દુરુપયોગ થઈ શકે છે. ત્રીજા બનાવમાં સરથાણા વિસ્તારમાં રહેતા યુવકના ક્રેડિટ કાર્ડમાંથી અચાનક ₹47,080 ઉપડી ગયા હતા. યુવકને પોતાના ક્રેડિટ કાર્ડમાંથી થયેલા વ્યવહારો અંગે જાણ થતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ

ચોથા બનાવમાં સલાબતપુરા વિસ્તારમાં રહેતા વેપારીના બેંક ખાતામાંથી ₹88,000 ઉપડી ગયા હતા. વેપારીને બેંક ખાતામાં થયેલા શંકાસ્પદ વ્યવહારોની જાણ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.આ ચારેય બનાવોમાં ભોગ બનનારોએ સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને નાણાં કયા ખાતામાં ટ્રાન્સફર થયા, ઠગોએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો તેમજ તેમની ઓળખ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સાયબર ઠગાઈથી બચવા નાગરિકોને અજાણી APK ફાઇલ ડાઉનલોડ ન કરવા, સોશિયલ મીડિયા પર મળતી રોકાણની લાલચથી સાવચેત રહેવા અને બેંકિંગ વિગતો કોઈની સાથે શેર ન કરવા અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Meghraj Garnalu Vivad : અરવલ્લીના મેઘરજમાં ગરનાળાના કામની ગુણવત્તા સામે સવાલો, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વીડિયો વાયરલ