Meghraj Garnalu Vivad : અરવલ્લીના મેઘરજમાં ગરનાળાના કામની ગુણવત્તા સામે સવાલો, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વીડિયો વાયરલ

Meghraj Garnalu Vivad : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વિકાસ કામોની ગુણવત્તાને લઈને વિવાદ સામે આવ્યો છે.
Vivek Shah
Vivek Shah
Meghraj Garnalu Vivad ગરનાળાના કામમાં RCC સ્લેબ વગર કામગીરી !Meghraj Garnalu Vivad ગરનાળાના કામમાં RCC સ્લેબ વગર કામગીરી !

Meghraj Garnalu Vivad ગરનાળાના કામમાં RCC સ્લેબ વગર કામગીરી !

Meghraj Garnalu Vivad : મેઘરજ તાલુકાના પાણીબાર પંચાયત હેઠળ આવેલા પૂજાપુર ગામમાં ગરનાળાના બાંધકામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ગરનાળાના કામમાં યોગ્ય પદ્ધતિ અપનાવવામાં આવી રહી નથી અને ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી હોવાનો જાગૃત નાગરિકે દાવો કર્યો છે.

મળતી માહિતી મુજબ, પૂજાપુર ગામમાં ગરનાળાના બાંધકામ દરમિયાન નીચેના ભાગે RCC સ્લેબ બનાવ્યા વગર જ ગરનાળાં નાખવામાં આવ્યાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગરનાળાં માત્ર માટી ઉપર મૂકીને તેની ઉપર માટી પાથરી દેવામાં આવતી હોવાનો દાવો જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે.

વિકાસ કામની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો

આ સમગ્ર કામગીરી અંગે જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં ગરનાળાના બાંધકામની કામગીરી અને તેની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાનું જણાવાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે વિકાસ કામોમાં ગુણવત્તા જાળવવામાં આવી રહી છે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

જાગૃત નાગરિકે ગરનાળાના બાંધકામમાં કથિત ગેરરીતિ અંગે રોષ વ્યક્ત કર્યો છે. સરકારી નાણાંથી કરવામાં આવતાં વિકાસ કામોમાં યોગ્ય ગુણવત્તા જાળવવી જરૂરી છે અને કામ નિયમો અનુસાર થવું જોઈએ તેવી માગ ઉઠાવવામાં આવી છે.

માટી પર ગરનાળું નાખી ઉપર માટી પાથરી દેવાયાનો દાવો

ગરનાળાના બાંધકામની પદ્ધતિ સામે અનેક સવાલો ઊભા થયા છે. જો ખરેખર RCC સ્લેબ અને જરૂરી માળખાકીય પ્રક્રિયાઓ વગર ગરનાળાનું કામ કરવામાં આવ્યું હોય તો તેની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત હોવાનું સ્થાનિક નાગરિકે જણાવ્યું છે. આ ઉપરાંત, પૂજાપુર ગામમાં ગરનાળાનું કામ ફરીથી ગુણવત્તાયુક્ત રીતે કરવામાં આવે અને સ્થળ પર યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

હવે આ મામલે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે કે કેમ, બાંધકામની ગુણવત્તા અંગે ટેકનિકલ તપાસ હાથ ધરાશે કે નહીં અને આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : Surat Dumas Sea Face : સુરતના ડુમસ સી-ફેસ પર એન્ટ્રી ફી લાગુ, મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ પણ વસૂલાશે