Surat News: ભાજપના ‘સેવા દૂત અભિયાન’ને લઈને દક્ષિણ ઝોનની કાર્યશાળા યોજાઈ, 182 બેઠક પર થશે જનસંપર્ક


ભાજપ દ્વારા ‘સેવા દૂત અભિયાન’ શરૂ કરવામાં આવશે
Surat News: ભાજપના ‘સેવા દૂત અભિયાન’ને લઈને દક્ષિણ ઝોનની કાર્યશાળા યોજાઈ, 182 બેઠક પર થશે જનસંપર્ક


ભાજપ દ્વારા ‘સેવા દૂત અભિયાન’ શરૂ કરવામાં આવશે
Surat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને જનકલ્યાણના વિચારોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા દૂત અભિયાન’ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે સુરત ખાતે દક્ષિણ ઝોનની કાર્યશાળા યોજાઈ હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યશાળામાં અલ્પકાલીન વિસ્તારકોને અભિયાનની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જનતા સાથે સંપર્ક અને સંવાદનું માધ્યમ બનાવવા પર ભાર
કાર્યશાળામાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ઉપસ્થિત કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે સેવા દૂત અભિયાનને જનતા સાથે સતત સંપર્ક અને સંવાદનું માધ્યમ બનાવવા પર ભાર મૂક્યો હતો. દરેક વિધાનસભા ક્ષેત્રમાં નાગરિકો સુધી પહોંચીને તેમની અપેક્ષાઓ અને સ્થાનિક પ્રશ્નો સમજવા તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું.
25 ડિસેમ્બર સુધી આ અભિયાન ચલાવવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, 1થી 25 ડિસેમ્બર, 2026 દરમિયાન ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર આ અભિયાન ચલાવવામાં આવશે. દરેક વિધાનસભા બેઠકમાં બે-બે સેવા દૂત અલ્પકાલીન વિસ્તારક તરીકે જવાબદારી નિભાવશે. આ માટે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ જિલ્લા પ્રમુખો અને સંગઠનના વરિષ્ઠ આગેવાનોને વિવિધ વિસ્તારોમાં જનસંપર્કની જવાબદારી સોંપવામાં આવી છે.
અભિયાન દરમિયાન સેવા દૂતો સેવાકીય પ્રવૃત્તિઓ, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચ, સામાજિક સંસ્થાઓ સાથે સંવાદ અને સ્થાનિક નાગરિકોની રજૂઆતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સાથે જ વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે હકીકતલક્ષી માહિતી સાથે લોકો વચ્ચે સંવાદ સ્થાપિત કરશે. આ કાર્યશાળામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, સાંસદ મુકેશ દલાલ, પ્રદેશ સંયોજક જયસિંહ ચૌહાણ સહિત દક્ષિણ ઝોનના આગેવાનો, સેવા દૂતો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Aravalli News: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાનો ભિલોડા પ્રવાસનો બીજો દિવસ, વિકાસકાર્યોની સમીક્ષા કરી




