Surat Family Murder Case: બારડોલીમાં આખા પરિવારને નહેરમાં ફેંક્યાની હચમચાવતી ઘટના! માતા-પિતા સહિત 3ના મોત, બે બાળકો લાપતા


પરિવારને નહેરમાં ફેંકવા પાછળનું શું છે કારણ?
Surat Family Murder Case: બારડોલીમાં આખા પરિવારને નહેરમાં ફેંક્યાની હચમચાવતી ઘટના! માતા-પિતા સહિત 3ના મોત, બે બાળકો લાપતા


પરિવારને નહેરમાં ફેંકવા પાછળનું શું છે કારણ?
Surat Family Murder Case: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીકથી પસાર થતી નહેરમાં એક શ્રમજીવી પરિવારને ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ કારમાં આવેલા પરિવારના સભ્યોને રોકી નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધા હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 13 વર્ષીય કિશોરનો ચમત્કારિક બચાવ થયો છે. હજુ પણ બે બાળકો લાપતા હોવાથી પોલીસ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
13 કિશોરનો આબાદ બચાવ
મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના જલગાંવ નજીકના વતની અને એરંડોલ ખાતે ફેક્ટરીમાં મજૂરીકામ કરતા પરિવારના સભ્યો 21 નવેમ્બરના રોજ સુરત જવા માટે કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન બારડોલીના ઉવા ગામ નજીક પહોંચતાં અન્ય એક કારમાં આવેલા ચાર શખ્સોએ તેમની કારને આંતરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોને કારમાંથી ઉતારી નહેરમાં ફેંકી દીધા હોવાની વિગતો સામે આવી છે. જોકે, નહેરમાં ફેંકાયેલા 13 વર્ષીય કિશોરના હાથમાં પાણીમાં રહેલી પાઈપ આવી જતાં તેનો જીવ બચ્યો હતો. નહેરમાંથી બહાર નીકળ્યા બાદ કિશોર નજીકની હોટલ પર પહોંચ્યો હતો અને સમગ્ર ઘટના અંગે જાણ કરી પોલીસનો સંપર્ક કર્યો હતો.
પરિવારજનોએ મૃતદેહોની ઓળખ કરી
ઘટનાની જાણ થતાં પોલીસે નહેરમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મહુવા તાલુકાના ડુંગરી નજીક ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાંથી એક પુરુષ, એક મહિલા અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. પરિવારજનોએ મૃતદેહોની ઓળખ કરી હતી. મૃતક પુરુષની ઓળખ નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ અને મહિલાની ઓળખ કવિતા પાટીલ તરીકે થઈ છે. આ મામલે ખંડીયો, આભો, બંટી અને એક અજાણ્યા શખ્સ સહિત ચાર લોકો સામે બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હજુ બે બાળકોની ભાળ મળી નથી. સુરત ગ્રામ્ય પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આઠ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પરિવારને નહેરમાં ફેંકવા પાછળનું કારણ શું હતું અને આરોપીઓની દુશ્મની શેની હતી તે સહિતના અનેક સવાલો હાલ તપાસનો વિષય બન્યા છે.
આ પણ વાંચો: Surat News: ONGC બ્રિજ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, બે કલાકથી વધુ સમયથી ટ્રાફિકજામ




