Surat Civil Hospital News : ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ, બે મહિનાથી ફરાર બે મહિલા ડોક્ટરને પોલીસે ઝડપી પાડી



Surat Civil Hospital News
Surat Civil Hospital News : ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ, બે મહિનાથી ફરાર બે મહિલા ડોક્ટરને પોલીસે ઝડપી પાડી



Surat Civil Hospital News
Surat Civil Hospital News : પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં દીક્ષિતા ઘેવરિયા અને હિના ભૂતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપી ડોક્ટરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ડૉ. હર્ષ પંડ્યાએ કથિત રેગિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે આ મામલો સામે આવ્યો હતો. આ ઘટનાને પગલે ખટોદરા પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ ફરિયાદમાં ડૉ. અનુજ મહેશ્વરી, હિના ભૂત, દીક્ષિતા ઘેવરિયા અને નિરાલી વસાવે સામે ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદમાં આ ચારેય ડોક્ટરો દ્વારા કથિત રીતે રેગિંગ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
જોકે, આ આક્ષેપોની સત્યતા તપાસ અને કાયદાકીય પ્રક્રિયા દરમિયાન નક્કી થશે. આ કેસમાં નામજોગ આરોપી બનેલા ચારેય ડોક્ટરો છેલ્લા બે મહિનાથી પોલીસની પકડથી દૂર હોવાનું જણાવાયું છે. હવે ખટોદરા પોલીસે દીક્ષિતા ઘેવરિયા અને હિના ભૂતને ઝડપી પાડ્યાં છે. અન્ય બે આરોપી ડોક્ટરો, ડૉ. અનુજ મહેશ્વરી અને નિરાલી વસાવેને શોધવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.
ડોકટર આપઘાત કેસમાં પોલીસની મોટી કાર્યવાહી
આ કેસમાં પોલીસની કાર્યવાહી બાદ તપાસના આગામી તબક્કા પર સૌની નજર છે. તપાસ દરમિયાન કથિત રેગિંગ અંગેના આક્ષેપો, ફરિયાદમાં રજૂ કરાયેલી વિગતો અને ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત સાથેના સંભવિત સંબંધોની તપાસ કરવામાં આવશે. સાથે જ, કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવાયેલા અન્ય આરોપીઓની ભૂમિકા અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતનો મામલો તબીબી ક્ષેત્રમાં રેગિંગ અને કાર્યસ્થળે થતી કથિત હેરાનગતિ જેવા ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરે છે. જોકે, કેસમાં આરોપી બનાવાયેલા વ્યક્તિઓને દોષિત જાહેર કરવાનો નિર્ણય કોર્ટની કાયદાકીય પ્રક્રિયા બાદ જ થઈ શકે છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





