Statue of Unity: દિવાળી વેકેશનમાં એકતાનગર પ્રવાસીઓની પહેલી પસંદ, 8 વર્ષમાં 3 કરોડથી વધુ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત


Statue of Unity Ekta Nagar
Statue of Unity: દિવાળી વેકેશનમાં એકતાનગર પ્રવાસીઓની પહેલી પસંદ, 8 વર્ષમાં 3 કરોડથી વધુ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત


Statue of Unity Ekta Nagar
Statue of Unity: દિવાળીના વેકેશનમાં ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ માટે એકતાનગર (કેવડિયા) સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ બની રહ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. છેલ્લા 8 વર્ષમાં અહીં 3 કરોડથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. જ્યારે ચાલુ દિવાળી વેકેશન દરમિયાન પણ દરરોજ 30થી 40 હજાર પ્રવાસીઓ આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
View post on Instagram
23થી વધુ નાના-મોટા જોવાલાયક પ્રોજેક્ટ્સ
આ દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓથી હાઉસફુલ જોવા મળી રહ્યું છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે ટેન્ટ સિટી, હોટલો અને રો-હાઉસમાં પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓના રોકાણ અને સુવિધા માટે હોટલો તથા ટેન્ટ સિટીમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા માટે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે. એકતાનગરમાં કુદરતી સૌંદર્યની સાથે 23થી વધુ નાના-મોટા જોવાલાયક પ્રોજેક્ટ્સ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
એકતા ક્રૂઝ અને રેઈન ફોરેસ્ટ જેવા નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું
વર્ષ 2026માં પણ પ્રવાસીઓ માટે નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 600 લોકોની બેઠક ક્ષમતા ધરાવતી એકતા ક્રૂઝ અને રેઈન ફોરેસ્ટ જેવા નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. એક સમયે દિવાળી વેકેશનમાં ગુજરાત બહાર ફરવા જવાનું પસંદ કરતા પ્રવાસીઓ હવે કેવડિયાને પ્રાથમિકતા આપી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નવા પ્રવાસન પ્રોજેક્ટ્સના કારણે એકતાનગર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે.




