Gujarat Officers Transfer: ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, મામલતદાર કેડરના 8 અધિકારીઓની બદલી


ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય
Gujarat Officers Transfer: ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, મામલતદાર કેડરના 8 અધિકારીઓની બદલી


ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય
Gujarat Officers Transfer: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં ફેરફાર કરતાં વર્ગ-1 (જુનિયર સ્કેલ) સંવર્ગના 8 અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક અસરથી નિમણૂક આપવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા બદલીના આદેશ જાહેર કરવામાં આવતાં વિવિધ જિલ્લાઓની કલેક્ટર કચેરીઓ અને સરકારી વિભાગોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
એચ. એન. રાવલને મહેસાણા કલેક્ટર કચેરીના SLAO યુનિટ-1માં નિયુક્ત કરાયા
જાહેર કરાયેલા બદલીના આદેશ મુજબ, વંદના એચ. પરમારને ગાંધીનગર ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (GLPC)માં આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે હિરલબેન બી. ભાલાળાને GIDC સુરત ખાતે જમીન સંપાદન યુનિટ-2માં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પાર્થ એચ. તલસાણિયાની વડોદરા ખાતે સ્ટેમ્પ ડ્યુટી ડિવિઝન-1માં નાયબ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. એચ. એન. રાવલને મહેસાણા કલેક્ટર કચેરીના SLAO યુનિટ-1માં નિયુક્ત કરાયા છે.
મૃણાલદેવી એ. ગોહિલને ગાંધીનગર ખાતે સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં નાયબ કલેક્ટર તરીકેની જવાબદારી
હંસરાજસિંહ જે. ગોહિલને મોરબી કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર-2 તરીકે, જ્યારે નિલક્ષ એચ. મકવાણાને છોટાઉદેપુર કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર-1 તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેવી જ રીતે મૃણાલદેવી એ. ગોહિલને ગાંધીનગર ખાતે સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં નાયબ કલેક્ટર તરીકે અને હર્ષદીપ કે. આચાર્યને જામનગર શહેરના પ્રાંત અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. મહેસૂલ વિભાગના આ નિર્ણયથી રાજ્યના વહીવટી તંત્રમાં નવી જવાબદારીઓની ફાળવણી થઈ છે. તમામ અધિકારીઓએ નવી જગ્યાએ તાત્કાલિક અસરથી ફરજ સંભાળવાની રહેશે.
86 મામલતદારોની સામૂહિક બદલી
ગુજરાતના વહીવટીતંત્રમાં મહેસૂલ વિભાગ દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં 86 મામલતદારોની સામૂહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપીને નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. મહેસૂલ વિભાગના આ નિર્ણયથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્રમાં ફેરફાર જોવા મળશે.




